19 વર્ષ રાહ જોયા પછી ગામવાળાઓએ જાતે રોડ બનાવવાનું શરૂ કરી દીધું

26 January, 2019 11:47 AM IST  | 

19 વર્ષ રાહ જોયા પછી ગામવાળાઓએ જાતે રોડ બનાવવાનું શરૂ કરી દીધું

ગ્રામવાસીઓએ ભેગા મળીને બનાવ્યો રોડ.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સયૂરી મલ્લી ગામના લોકો છેલ્લાં 19 વર્ષથી રોડ બને એની રાહ જોઈ રહ્યા છે. 2017માં તો મુખ્ય પ્રધાને અહીં રોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કયોર્, પરંતુ એ પછી કામ આગળ ધપ્યું જ નહીં. આખરે ગામવાળાઓ કંટાYયા. બિહારના દશરથ માંઝીની સત્ય ઘટના પરથી પ્રેરણા લઈને ગામલોકોએ જાતે જ રોડ બનાવવા માટે કામ શરૂ કરી દીધું. છેલ્લા કેટલાક દિવસોમાં ગામવાસીઓએ ભેગા મળીને પહાડ તોડીને લગભગ 150 મીટરનો રોડ ખોદી નાખ્યો. ગામમાં 155 પરિવારો રહે છે અને રોડ ન હોવાથી બાળકોને બાજુના ગામની સ્કૂલમાં જવા તેમ જ કમ્યુનિટી હેલ્થ સેન્ટર સુધી જવા માટે રોજ પહાડી કેડીઓમાંથી ચાલીને જવું પડતું હતું.

આ પણ વાંચો : બ્રાન્ચ મેનેજરે માંગી પત્નીની હત્યા માટે રજા, બેન્કે તરત કરી મંજૂર

આખરે ગામના લોકોએ જ પ્રશાસનની આંખો ખોલવા માટે જાતે જ રસ્તો ખોદવાનું શરૂ કરી દીધું. આને કારણે હવે ફરીથી સરકારી અધિકારી તરફથી જાહેરાત થઈ છે કે તેમણે કંપનીઓ પાસેથી રોડ બનાવવા માટે ટેન્ડર મગાવેલાં છે અને ટૂંક સમયમાં જ એનું કામ શરૂ થઈ જશે.

uttarakhand offbeat news