નદીમાંથી પાણી પીતા 'વાઘ પરિવાર'નો આ વીડિયો બનાવી દેશે તમારો દિવસ

08 November, 2019 03:32 PM IST  |  Mumbai

નદીમાંથી પાણી પીતા 'વાઘ પરિવાર'નો આ વીડિયો બનાવી દેશે તમારો દિવસ

પાણી પીતો વાઘ પરિવાર...


એક સાથે ચાર વાઘ નદીમાંથી પાણી પી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14 સેકન્ડની આ ક્લિપને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સુસાંતા નંદાએ પોસ્ટ કરી છે. જેમાં ચાર વાઘ જોવા મળી રહ્યા છે. જેમાંથી ત્રણ બાળ વાઘ છે.

ટ્વીટ સાથે નંદાએ કેટલીક રસપ્રદ માહિતી પણ શેર કરી છે કે વાઘ જેવા પ્રાણીઓ ખોરાક વગર 2 અઠવાડિયા રહી શકે છે પરંતુ પાણી વગર વધુમાં વધુ ચાર દિવસ રહી શકે છે. જુઓ તમે આ વીડિયો અહીં...


નેટિઝન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. થોડા જ કલાકોમાં તેને હજારો વ્યૂઝ મળી ગયા છે. યૂઝર્સ તેને શેર પણ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ વીડિયો તમારો દિવસ બનાવી દેશે.

gujarat offbeat news hatke news