UPમાં વરસાદ પડતાં બહાર નીકળ્યો લાલ કલરનો સાપ, લોકોએ કહ્યું ખૂબ જ સુંદર

02 July, 2020 08:23 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

UPમાં વરસાદ પડતાં બહાર નીકળ્યો લાલ કલરનો સાપ, લોકોએ કહ્યું ખૂબ જ સુંદર

રેડ કોરલ કુકરી સાપ

દુર્લભ સાપ રેડ કોરલ કુકરી સાપની એક તસવીરે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના દુધવા નેશનલ પાર્કમાં બે દિવસ પહેલા આ સાપ જોવામાં આવ્યો હતો. લાલ કલરના સાપની એક તસવીરને એક સ્ટાફના સભ્યએ ક્લિક કરી અને ટ્વિટર પર વન્યજીવ સંરક્ષણ અને પર્યટન સંગઠન વાઇલ્ડલેન દ્વારા શૅર કરાવામાં આવી.

સાપ પહેલી વાર 1936માં દુધવામાં જોવામાં આવ્યું હતું. આ સાપનું ઝૂલૉજિકલ નામ 'ઓલિગોડ ખેરિએન્સિસ' છે. ચમકદાર રંગના આ સાપનો આકાર પણ દુર્સભ છે. 82 વર્ષના સમયગાળા બાદ પહેલી વાર આ સાપ જોવા મળ્યું છે. વરિષ્ઠ ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડે પ્રમાણે, લાલ કોરલ કુકરી સાપ કેટલાક વર્ષોમાં ચાર વાર જોવામાં આવ્યું. આ પહેલા આટલી વાર ક્યારેય જોવામાં નથી આવ્યું.

રવિવારે તસવીર શૅર કરતાં વાઇલ્ડલેન્સે લખ્યું કે, "દુધવા નેશનલ પાર્ક વિવિધતા અને આશ્ચર્યથી ભરેલું છે. રેડ કોરલ કુકરી સાપ, એક ખૂબ જ દુર્લભ સાપ છે. આજે સાંજે કર્મચારીઓના ઝૂંપડા પાસે વરસાદ બાદ આ સાપ જોવા મળ્યું."

સોશિયલ મીડિયા પર આના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે લોકોને આ સાપ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ સાપની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લોકોએ ટ્વિટર પર કંઇક આવા રિએક્શન્સ પણ આપ્યા છે.

વિશેષજ્ઞો પ્રમાણે, લાલ કોરલ કુકરી સાપ ઝેરી નથી હોતા, તે ફક્ત કીડા અને અળસિયા ખાય છે. તેનું નામ આના લાલ નારંગી રંગ અને દાંત સાથે મેળ ખાતું જોવા મળે છે, જે ઇંડા તોડવા માટે નેપાલી 'ખુખરી'ના આકારનું હોય છે.

uttar pradesh national news offbeat news