03 June, 2025 02:27 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આ છે એ મહિલા
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના સાંકરવારા કલાં ગામમાં એક મહિલા ૨૦ દિવસ પહેલાંથી ગાયબ થઈ ગઈ છે અને હજી સુધી તેનો કોઈ અતોપતો લાગ્યો નથી. મહિલાના પતિનું કહેવું છે કે પત્ની ૩૦ વર્ષના એક યુવકના પ્રેમમાં હતી. નવાઈની વાત એ છે કે આ મહિલાને ૪ દીકરાઓ છે અને ચારેયની વહુઓ પણ આવી ગઈ છે. આ સાસુમા ઘરેથી ભાગતાં પહેલાં બે દીકરાવહુઓ પાસેથી તેમનાં ઘરેણાં પણ લઈને ફરાર થઈ ગઈ છે. હવે આ પરિવાર ભાગેડુ મહિલાની શોધ કરવા માટે જ્યાં-ત્યાં ભટકી રહ્યો છે. પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ હજી મહિલાનો કોઈ સુરાગ નથી મળ્યો.