બાવીસ વર્ષ પહેલાં મોત થયેલું પરંતુ કબરમાંથી તાજું શબ મળ્યું

24 August, 2019 09:00 AM IST  |  ઉત્તરપ્રદેશ

બાવીસ વર્ષ પહેલાં મોત થયેલું પરંતુ કબરમાંથી તાજું શબ મળ્યું

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અટારા રોડ પાસેના કબ્રસ્તાનમાં બાવીસ વર્ષ પછી એક શબને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે આ શબ જરાય ગળ્યું નથી. એટલું જ નહીં, એની પર ઓઢાડેલું કફન પણ એવું જ સફેદ છે. સ્થાનિક લોકો આ ઘટનાને ચમત્કાર માને છે. વાત એમ હતી કે કબ્રસ્તાનમાં પાણી ભરાવાને કારણે એક કબર પાણીમાં સાવ જ ડૂબી જઈને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યાંના રખેવાળોએ એ કબરને ખોદીને ફરીથી અંદર નાખવાની તૈયારી કરતાં પહેલાં જેની કબર હતી એના પરિજનોને સૂચિત કર્યા હતા. નાસિર અહમદ બાવીસ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને તેના સંબંધીઓને બોલાાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 176 કિલોની મહિલા પોતાના પેટની ચરબી બતાડીને વર્ષે 9 લાખ રૂપિયા કમાઈ લે છે

કૉફીન પરનો કીચડ સાફ કરીને જોયું તો અંદર સફેદ કફનમાં શબ લપેટાયેલું મળ્યું હતું. ન તો એ શબ સડ્યું કે પીગળ્યું હતું ન ગંધાયું હતું. સ્થાનિક મૌલવીઓની સલાહથી અહમદના શબને નજીકમાં કબર ખોદીને ફરીથી દફનાવવામાં આવ્યું હતું.

uttar pradesh hatke news offbeat news national news