20 March, 2026 12:28 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
દંપતી
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક માણસે પોતાની પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવી આપ્યાં અને તેની સાથે જ વિદાય પણ કરી દીધી. વાત એમ હતી કે દોતગઢ ગામમાં રહેતા રાજકુમાર નામના ભાઈનાં લગ્નના થોડા સમય પછી તરત જ વૈવાહિક જીવનમાં તનાવ શરૂ થયો હતો. પતિનો આરોપ હતો કે તેની પત્ની વારંવાર ઝઘડો કરીને ઘર છોડીને જતી રહે છે. વિવાદો વચ્ચે પણ તેમને એક સંતાન થયું, પરંતુ પત્ની એ પછી પણ પતિ સાથે ઝઘડા કરી રહી હતી. મામલો ફૅમિલી કોર્ટના મિડિએશન સેલમાં પહોંચ્યો. બન્ને પક્ષોને બોલાવવામાં આવ્યા ત્યારે પણ પત્નીએ પતિ સાથે રહેવાનો ઇનકાર કરી દીધો અને પ્રેમી સાથે જ જીવન જીવીશ એ વાતે જીદ લીધી. પતિ તેને છૂટાછેડા આપવા નહોતો માગતો, પરંતુ એક દિવસ તેણે પત્નીના મોબાઇલમાં પોતાનો ફોટો જોયો. એના પર લખ્યું હતું ‘નીલા ડ્રમ, સિમેન્ટ’. બસ આ બે શબ્દોએ ચમત્કાર કરી દીધો. પતિએ સામે ચાલીને પત્નીનાં લગ્ન પ્રેમી સાથે કરાવી આપવાની તૈયારી બનાવી દીધી.