મહિલાની લાશ સાથે લપેટાયેલો હતો 8 ફૂટનો અજગર, ઘરમાં હતા 140 સાપ

01 November, 2019 04:57 PM IST  |  મુંબઈ

મહિલાની લાશ સાથે લપેટાયેલો હતો 8 ફૂટનો અજગર, ઘરમાં હતા 140 સાપ

પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના ઈન્ડિયાનામાં એક 36 વર્ષની મહિલાની લાશ મળી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ મહિલાની લાશની સાથે એક 8 ફૂટનો અજગર લપેટાયેલો હતો, જ્યારે તેના ઘરમાંથી 140 બીજા સાપ પણ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અજગર એક સ્થાનિક શેરિફનો છે, જે મહિલાના પાડોશી છે.

બુધવારે સાંજે મળી લાશ
મહિલાનું નામ લૉરા હર્સ્ટ જણાવવામાં આવી રહ્યું છે. ઈન્ડિયાના સ્ટેટ પોલીસના પ્રવક્તા સર્જેન્ટ કિમ રાઈલીએ કહ્યું રે, અપાર્ટમેન્ટમાં અનેક સાપ હતા. તેમની પડોશમાં રહેતા કાઉન્ટી શેરિફ ડૉન મુનસનને લૉરાની લાશ બુધવારે સાંજે જોવા મળી, જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને બોલાવી. મુનસન પાસે સાપની અનેક પ્રજાતિઓનું કલેક્શન છે. લૉરાએ પણ પોતાના અપાર્ટમેન્ટમાં અનેક સાપ રાખ્યા હતા.

ઑટોપ્સી રિપોર્ટની છે રાહ
જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો લૉરા જમીન પર પડેલી હતી અને તેના ગળામાં એક 8 ફૂટનો અજગર લપેટાયેલો હતો. સાપને લૉરાના ગળાથી અલગ તો કરવામાં આવ્યો પરંતુ લૉરાને ન બચાવી શક્યા. શુક્રવારે મૃતદેહની ઑટોપ્સી કરવામાં આવી. રિપોર્ટ આવશે પછી જ ખબર પડશે કે તેમનું મોત કેવી રીતે થયું.

દમ ઘુંટાવાથી થયું મોત
સર્જેન્ટ રાઈલીએ કહ્યું કે, શરૂઆતની તપાસમાં એવું જ લાગે છે કે લૉરા પર અજગરે હુમલો કર્યો અને દમ ઘુંટાવાથી તેમનું મોત થઈ ગયું. પરંતુ જ્યાં સુધી ઑટોપ્સી રિપોર્ટ નથી આવતો, ત્યાં સુધી અમે કાંઈ નથી કહી શકતા. રાઈલીએ એમ પણ કહ્યું કે તે ઘરમાં 140 સાપ વધુ મળ્યા, જેમાંથી 20 લૉરાએ પોતે ખરીદ્યા હતા.

આ પણ જુઓઃ 34ની ઉંમરમાં પણ 14નો દેખાઈ છે આ શખ્સ, આ વરદાન નહીં અભિશાપ છે

પોલીસ કરી રહી છે તપાસ
એક સ્થાનિક અખબારના રિપોર્ટ અનુસાર, કાઉન્ટી શેરિફ ડૉન મુનસન સાપ પાળવાનો બિઝનેસ કરે છે. 2001માં તેમને એક નજીકની સ્કૂલમાં ગેસ્ટ તરીકે પણ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 13 ફૂટ લાંબો અજગર બતાવ્યો હતો. હાલ તો પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

united states of america offbeat news hatke news