34ની ઉંમરમાં પણ 14નો દેખાઈ છે આ શખ્સ, આ વરદાન નહીં અભિશાપ છે

Published: Nov 01, 2019, 16:28 IST | મુંબઈ

ચીનનો એક શખ્સ એવો છે જે 34 વર્ષની ઉંમરમાં પણ 14 વર્ષનો દેખાય છે. જે તેના માટે વરદાન નહીં પણ અભિશાપ છે.

આ ભાઈની ઉંમર વધતી જ નથી.
આ ભાઈની ઉંમર વધતી જ નથી.

યુવાન દેખાવાની લાલચમાં માણસ શું નથી કરતો. લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે, યુવાન દેખાવાની લાલચમાં. પરંતુ ચીનમાં એક શખ્સ એવો છે, જેના પર વધતી જતી ઉંમરની કોઈ અસર નથી થતી. અનેક લોકોને આ સાંભળીને વરદાન સમાન લાગે, પરંતુ ચીનમાં રહેતા Zhu Shenkai તેને અભિશાપ માને છે.

6 વર્ષની ઉંમરમાં માથા પર થઈ હતી ઈજા
Zhu ચીનના વુહાનમાં રહેતા હતા. તેમની સમસ્યા એ છે કે વધતી ઉંમર છતાં તેઓ કોઈ 14-14 વર્ષના બાળક જેવા દેખાય છે. આ સમસ્યાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે 6 વર્ષની ઉંમરમાં રમતા સમયે તેના માથામાં ઈજા થઈ હતી. એક બાળકે તેમના માથા પર પથ્થર મારી દીધો હતો. તેમના માથામાંથી લોહી તો ન નીકળ્યું, પરંતુ તે ત્રણ દિવસ સુધી તાવમાં રહ્યા હતા.

9 વર્ષની ઉંમરમાં લાગ્યું કે- કાંઈક ખોટું છે
Zhuના માતા-પિતા તેમને ત્યારે હૉસ્પિટલ લઈને ગયા હતા. ડૉક્ટરે ચેકઅપ બાદ જણાવ્યું કે તેમના માથામાં લોહીની ગાંઠ થઈ ગઈ છે. સર્જરી કરીને એ ગાંઠે કાઢી નાખવામાં આવી. બધુ સામાન્ય થઈ ગયું. પરંતુ જ્યારે Zhu 9 વર્ષના થયા ત્યારે માતા પિતાએ ધ્યાન આપ્યું કે તેમનું બાળક ઉંમરના હિસાબથી મોટા નથી થઈ રહ્યા. Zhuની તપાસ બાદ ડૉક્ટર્સે જણાવ્યું કે Zhuની પિટ્યૂટરી ગ્લેન્ડને નુકસાન પહોંચ્યું છે.

અવાજ અને શરીર પણ બાળક જેવું
આ નુકસાનના કારણે Zhuની ઉંમર તો વધી રહી છે, પરંતુ તેના ચહેરા અને શરીર પર ઉંમરની અસર નથી થતી. Zhuના ચહેરા પર ન તો મૂંછ છે ન તો દાઢી, એટલું જ નહીં, તેમનો અવાજ પણ બાળક જેવો છે. લોકો પણ તેમને બાળક જ સમજી લે છે. તેના કારણે તેમને સમસ્યા થતી રહે છે. Zhuના શરીરનો પણ વિકાસ નથી થયો.

આ પણ જુઓઃ 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

Zhu લગ્ન નથી કરી શકતા
Zhuના બાકી તમામ મિત્રોના લગ્ન થઈ ગયા છે.પરંતુ તેમનું જીવન એક ઈજાના કારણે જાણે અટકી ગયું છે, તેઓ કહે છે કે, હું 34 વર્ષનો થઈ ગયો છું. પરંતુ મારું શરીર મારી ઉંમરના હિસાબથી કામ નથી કરતું. હું લગ્ન પણ નથી કરી શકતા કારણ કે તેઓ બાળકો પેદા કરી શકે તેમન નથી. Zhu આને વરસાન કરતા અભિશાપ વધારે માને છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK