✕

છેલ્લાં ૧૧૮ વર્ષમાં પરિવારની પાંચ પેઢીનો જન્મદિવસ ૧૪ સપ્ટેમ્બરે થયો

17 November, 2026 02:56 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં એક પરિવારના નામે અનોખો વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો છે. વાત એમ છે કે આ પરિવારની પાંચ પેઢીમાં ૧-૧ સંતાન ૧૪ સપ્ટેમ્બરે પેદા થયાં છે. આ કમાલનો યોગાનુયોગ સરજાયો છે અમેરિકામાં રહેતા બેલ ઍન્ડ હાર્લો ફૅમિલીમાં.

પાંચ પેઢીનો રેકોર્ડ

અમેરિકામાં એક પરિવારના નામે અનોખો વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો છે. વાત એમ છે કે આ પરિવારની પાંચ પેઢીમાં ૧-૧ સંતાન ૧૪ સપ્ટેમ્બરે પેદા થયાં છે. આ કમાલનો યોગાનુયોગ સરજાયો છે અમેરિકામાં રહેતા બેલ ઍન્ડ હાર્લો ફૅમિલીમાં. આ પરિવારમાં પાંચ પેઢીથી બાળકોનો જન્મ વર્ષમાં એક જ દિવસે થયો છે. આ પહેલાં ચાર પેઢીમાં સેમ ડેટમાં બાળકો જન્મ્યાં હોય એવો રેકૉર્ડ હતો. ગયા વર્ષે બેલ ઍન્ડ હાર્લોના પરિવારમાં પાંચમી પેઢીનું સંતાન ૧૪ સપ્ટેમ્બરે પેદા થતાં બેલ ઍન્ડ હાર્લો પરિવારને આ સન્માન મળ્યું હતું.

સૌથી પહેલાં ૧૯૦૭માં આર્થર બેલના પર-પરનાના ૧૪ સપ્ટેમ્બરે પેદા થયા હતા. આર્થરનાં પરનાની એડી હાર્લો ૧૯૪૯ની ૧૪ સપ્ટેમ્બરે પેદા થયાં હતાં. આર્થરના નાના ૧૯૭૨ની ૧૪ સપ્ટેમ્બરે જન્મ્યા. આર્થરની મમ્મીનો જન્મ ૧૯૯૭ની ૧૪ સપ્ટેમ્બરે થયો. હવે આર્થર બેલનો જન્મ ૨૦૨૫ની ૧૪ સપ્ટેમ્બરે થયો. આમ પાંચ પેઢીનાં સંતાનો વર્ષની એક જ તારીખે જન્મ્યાં એ યોગાનુયોગ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયો છે.

united states of america guinness book of world records news international news offbeat news