30 July, 2026 04:51 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મા શબ્દ પર ઘૃણા પેદા થાય એવો કેસ સામે આવ્યો છે. ૩ વર્ષના એક છોકરાને તેની જ માએ ગળું દબાવીને મારી નાખ્યો હતો. છૌલી નામના ગામમાં એક મહિના પહેલાં ત્રણ વર્ષના માધવ નામના બાળકનું મૃત્યુ થયું હતું. એ વખતે બાળકના મૃત્યુને કુદરતી ઠેરવવાના અનેક પ્રયાસો થયા, પરંતુ દીકરાનો પિતા કૃષ્ણ મુરારી એ માટે કેમેય ન માન્યો. તેને શંકા હતી કે સ્વસ્થ દીકરો એમ જ કઈ રીતે મરી જાય? તેણે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કૃષ્ણ મુરારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મામલો કંઈક એવો હતો કે ૨૮ જૂનની સાંજે તેને પત્ની રુચિનો ફોન આવ્યો હતો. તેણે ગભરાયેલા અવાજે કહ્યું હતું કે દીકરા માધવને ખૂબ જગાડવાની કોશિશ કરી પણ તે કેમેય જાગતો જ નથી, તે બાળકને સારવાર માટે મથુરાની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જાય છે. કૃષ્ણ મુરારી પણ તરત ત્યાં પહોંચ્યો, પરંતુ ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કરી દીધો હતો. પરિવારજનોએ બાળકના અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ થોડા સમય પછી તેણે રુચિને કોઈકની સાથે ફોન પર વાત કરતાં સાંભળી. તેની વાત પરથી પતિને શંકા ગઈ. તેણે પત્નીની પાછળ તપાસ કરતાં ખબર પડી હતી કે તે કોઈક બીજાના પ્રેમમાં હતી અને તેણે જ ફોન પર વાત કરતી વખતે વારંવાર રડતા દીકરાને હંમેશ માટે ચૂપ કરી દીધો હતો. રુચિ આ બાબતે તેના પ્રેમી સાથે વાત કરી રહી હતી ત્યારે જ પતિએ રંગેહાથ પકડી પણ પાડી હતી. પ્રેમી સાથે વાત કરતી વખતે ૩ વર્ષનો દીકરો અવાજ કરતો હતો એટલે માએ મારી નાખ્યો