૨૫ બળદગાડાંઓમાં ૩ કિલોમીટર દૂર જાન લઈને દેશી અંદાજમાં દુલ્હો પરણવા નીકળ્યો

02 March, 2026 01:15 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

લગ્નમાં DJને બદલે પરંપરાગત વાદ્યો અને મહિલાઓ દ્વારા ગવાયેલાં બુંદેલખંડી ગીતોની મજા સૌએ માણી હતી. 

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના ગુડા ગામમાં રહેતા મોહિત દ્વિવેદીએ તેનાં લગ્નમાં બળદગાડામાં જાન લઈ જવાની જૂની પરંપરાને અનુસરી હતી. તેનાં લગ્ન જલાલપુર ગામની મોહિની પાઠક સાથે થવાનાં હતાં. આધુનિકીકરણને કારણે ૫૦ વર્ષથી બંધ પડેલી પરંપરાને મોહિત અને મોહિનીએ ફરીથી જીવતી કરવાનું નક્કી કર્યું હતું. ગામડાના લોકોએ પણ તેને સહયોગ આપ્યો હતો. મોહિતે આસપાસનાં ગામડાંઓમાંથી પચીસ બળદગાડાં મેળવ્યાં અને સાદગીથી સજાવ્યાં તથા એમાં બેસીને જાનૈયાઓને લઈને દુલ્હનને ત્યાં પહોંચ્યો હતો. પચીસ બળદગાડાંની જાન લગભગ ૩ કિલોમીટર લાંબી હતી. ત્રણ દિવસ સુધી ગામમાં સાદગીભર્યો લગ્નોત્સવ ચાલ્યો અને પછી એ જ બળદગાડાંઓમાં બેસીને દુલ્હનની વિદાઈ થઈ હતી. લગ્નમાં DJને બદલે પરંપરાગત વાદ્યો અને મહિલાઓ દ્વારા ગવાયેલાં બુંદેલખંડી ગીતોની મજા સૌએ માણી હતી.

offbeat news uttar pradesh india culture news