વીજળી વિભાગે 128 કરોડનું બિલ પકડાવતતા ઉડી ગયા બુઝુર્ગના હોશ

21 July, 2019 03:38 PM IST  |  હાપુર, યૂપી

વીજળી વિભાગે 128 કરોડનું બિલ પકડાવતતા ઉડી ગયા બુઝુર્ગના હોશ

આ બુઝુર્ગને મળ્યું 128 કરોડનું વીજળી બિલ(તસવીર સૌજન્યઃ ANI)

જો તમારું વીજળીનું બિલ દર મહિને 700 થી 800 રૂપિયા આવતું હોય અને અચાનક તમને કરોડો રૂપિયાનું બિલ ચુકવવાની નોટિસ આપી દેવામાં આવો તો તમે શું કરો? ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં આવેલા ચમરી ગામમાં એક સ્થાનિક સાથે આવું જ થયું. તેની પાસે 128 કરોડ, 45 લાખ, 95 હજાર, 444 રૂપિયાનું બિલ આવ્યું. બિલ જોતા તે બુઝુર્ગના પગ નીચેથી જમીન સરકી ગઈ. વ્યક્તિનો આરોપ છે કે વીજળી વિભાગમાં તેમની વાત કોઈ નથી સાંભળતું.

અહેવાલો પ્રમાણે, રાજધાની દિલ્હીથી લગભગ 80 કિમી દૂર ઉત્તર પ્રદેશના હાપુરના ચમરી ગામમાં પોતાની પત્ની સાથે રહેતા શમીમ સાથે આ ઘટના બની. શમીમને બિલ મળ્યું તો તેણે વીજળી વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો. અધિકારીઓએ તેમને કહ્યું કે પહેલા તેઓ બિલ ભરી દે. શમીમે કહ્યું કે અમારી દલીલ કોઈ સાંભળતું જ નથી, અમે એ રકમ જમા કેવી રીતે કરાવીશું? જ્યારે અમે આ વિશે ફરિયાદ કરવા ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી અમે બિલ નહીં ભરીએ ત્યાં સુધી અમારું વીજળીનું કનેક્શન ફરીથી શરૂ નહીં કરવામાં આવે. શમીમે કહ્યું કે ઘરમાં માત્ર હું અને મારા પત્ની છે. અમે બંને જ લાઈટ અને પંખાનો ઉપયોગ કરીએ છે તો આટલું બિલ કઈ રીતે આવી શકે. અમે ગરીબ માણસો છીએ, આટલા પૈસા અમે ક્યાંથી લાવીશું?

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

શમીમે આરોપ લગાવ્યો છે કે વીજળી વિભાગે આખા શહેરનું બિલ પકડાવી દીધું છે. શમીમનું કહેવું છે કે દર મહીને તેમનું બિલ 700 થી 800 રૂપિયા જ આવે છે. તો આ મામલે વીજળી વિભાગના અધિકારી રામ શરણે કહ્યું કે આ ટેક્નિકલ ખામીના કારણે થયું છે. તેમણે કહ્યું કે જો તેઓ બિલની નકલ અમને આપશે તો અમે તેમને સાચું બિલ આપી દેશું. તેમણે કહ્યું કે ટેક્નિકલ ફૉલ્ટ આવતા રહે છે. આ કોઈ મોટી વાત નથી.

offbeat news uttar pradesh national news