યુપીઃબાઇકની પાછળ બેઠેલી પત્ની પડી ગઈ અને પતિને ખબર જ ન પડી

11 April, 2019 08:25 AM IST  |  ઉત્તરપ્રદેશ

યુપીઃબાઇકની પાછળ બેઠેલી પત્ની પડી ગઈ અને પતિને ખબર જ ન પડી

ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાની ઘટના છે. એક પતિ મહાશય દીકરાને આગળ અને પત્નીને પાછળ બેસાડીને બાઇક પર જઈ રહ્યા હતા. ભાઈસાહેબ ફુલ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યા હતા અને એ જ વખતે સ્પીડ-બ્રેકર આવ્યું. એ વખતે પણ ભાઈએ બાઇક ધીમી ન પાડી. બ્રેકરનો ઝટકો એટલો જોરદાર લાગ્યો કે પાછળ બેઠેલી પત્ની ઊછળીને દૂર જઈ પડી. જોકે એની ભનક પણ પતિને ન આવી. ભાઈસાહેબ પોતાની ધૂનમાં એ જ સ્પીડે બાઇક ચલાવી રહ્યા હતા. '

બીજી તરફ રોડ પર પડેલી પત્ની મૂંઝાઈ. યોગાનુયોગ ઉત્તર પ્રદેશની ડાયલ ૧૦૦ પોલીસની ગાડી આવતી દેખાઈ. તરત જ પત્નીએ પોલીસને ઘટના સંભળાવીને મદદ માગી. પોલીસવાળાએ બહેનને ગાડીમાં બેસાડીને બાઇકર પતિનો પીછો કયોર્. છેક પાંચ કિલોમીટર પછી પોલીસે પેલા બાઇકરને રોક્યો. એ પછી તેને ખબર પડી કે પત્ની પાછળ પડી ગઈ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના સિનિયર આઇપીએસ નવનીત સિકેરાએ પોતાના ફેસબુક પેજ પર તસવીર સાથે શૅર કરી છે. જોકે પોસ્ટમાં એ નથી લખ્યું કે આ ઘટના ક્યારની છે. નવનીત સિકેરાએ પોસ્ટમાં મજાક સાથે લખ્યું હતું કે ‘સાત જન્મનો સંબંધ એક બ્રેકર કેવી રીતે તોડી શકે?

આ પણ વાંચોઃ લગ્નમાં અચાનક એક્સ-ગર્લફ્રેન્ડ દુલ્હન બનીને આવી પહોંચે તો?

બ્રેકરે પ્રયત્ન કયોર્ તો ડાયલ ૧૦૦ વચ્ચે કૂદી પડી. થયું એવું હતું કે ઓરૈયામાં એક મહિલા પતિ સાથે બાઇક પર જઈ રહી હતી. બ્રેકર પાસે પત્ની ઊછળીને પડી ગઈ. પતિદેવને આભાસ પણ ન થયો. પોલીસની વૅને બાઇકનો પાંચ કિલોમીટર પીછો કરીને પેલા ભાઈને તેમની પત્ની સુપરત કરી હતી. પતિજી, આશા છે કે આજે તમને ખાવાનું મળશે. જો મળે તો ઉત્તર પ્રદેશ પોલીસનો એક વાર આભાર માનજો.’

offbeat news hatke news national news