કોર્ટે કહ્યું,'ગાય જે ઘર સામે ઉભી રહે તે તેનો માલિક'

16 June, 2019 05:22 PM IST  |  રાજસ્થાન

કોર્ટે કહ્યું,'ગાય જે ઘર સામે ઉભી રહે તે તેનો માલિક'

ગાય (ફાઇલ ફોટો)

જોધપુર કોર્ટમાં ગયા છ મહિનાથી ચાલતાં અનોખા કેસનો શનિવારે મહાનગર મેજિસ્ટ્રેટે ગાયની માલિકીના હકને લઇને પોતાનો નિર્ણય આપ્યો. જજે કૉન્સ્ટેબલ ઓમપ્રકાશના હકમાં નિર્ણય આપતાં તેને ગાયનો માલિક ગણ્યો. તો બીજા પક્ષના શ્યામલાલે નિર્ણય બાદ કહ્યું કે તેને ન્યાયની સંપૂર્ણ આશા હતી પણ હવે તે હાઇ કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે. આ બાબતે બન્ને વચ્ચે મારપીટ પણ થઈ ગઈ.

એક વર્ષથી હતો વિવાદ

ગાયની માલિકીના હકને લઇને ગયા વર્ષે કોન્સ્ટેબલ ઓમપ્રકાશ અને શ્યામલાલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. બન્ને ગાય પર પોતાનો હક માનતા હતા. વિવાદ એટલો વધ્યો કે મંડોરના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો. એટલું જ નહીં તેમની ફાઇલ કોર્ટ સુધી પહોંચી અને કોર્ટ પણ આ કેસનો નિર્ણય કરવામાં મુંઝવણ અનુભવતા નિર્ણય ગાય જ્યાં થોભે તેને આ ગાયની માલિકીનો હક આપવામાં આવે તેવો કરવામાં આવ્યો.

વાર્તા જેવો નિર્ણય

નોંધનીય છે કે બન્ને પક્ષો વચ્ચે વિવાદ મારપીટ સુધી પહોંચ્યો હોવાથી ગાયને છેલ્લા છ મહિનાથી ગૌશાળામાં મોકલી દેવામાં આવી હતી. એક પોલીસ અધિકારીની દેખરેખ હેઠળ ગાયને ગૌશાળામાંથી લઇ જઇને શ્યામલાલ અને ઓમપ્રકાશના ઘરથી એક કિમી દૂર છોડવામાં આવી. તેમ કર્યા બાદ ગાય ઓમપ્રકાશના ઘરની બહાર થોભી ગઈ.

ફરી કરી મારમારી

આમ થવાથી શ્યામલાલ અને તેના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા અને ત્યાં જ ફરી મારપીટ કરવાની શરૂ કરી દીધી. તેથી ગાયને ફરી ગૌશાળા મોકલવામાં આવી અને આ બધી ઘટનાની જાણ કોર્ટમાં કરવામાં આવી. અંતે કોર્ટે ઓમપ્રકાશના પક્ષમાં નિર્ણય આપ્યો હોવાથી હવે શ્યામલાલ હાઇ કોર્ટમાં જઇને આ બાબતે ન્યાયની અરજી કરશે.

આ પણ વાંચો : આ ભાઈએ ઊંધા માથે ઊભા રહીને વાળ ધોવાનું મશીન બનાવ્યું

national news offbeat news