સક્રિય જ્વાળામુખી પર દોરડું બાંધી ખુલ્લા પગે ચાલીને બનાવ્યો રેકૉર્ડ

26 September, 2022 11:48 AM IST  |  Tanna island | Gujarati Mid-day Correspondent

આ જોડીએ આ સાહસ માટે વનુઆતુમાં આવેલા માઉન્ટ યાસુર પર્વત પર ૪૨ મીટરની ઊંચાઈ પર આ દોરી બાંધી હતી

સક્રિય જ્વાળામુખી પર દોરડું બાંધી ખુલ્લા પગે ચાલીને બનાવ્યો રેકૉર્ડ

સામાન્ય સંજોગોમાં જ્વાળામુખી ફાટે તો એનાથી બચીને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, જે યોગ્ય પણ છે. પરંતુ બે સાહસિકો રાફેલ ઝુગ્નો બ્રિડી અને ઍલેક્ઝેન્ડર શુલ્ઝે એક વિડિયો પોસ્ટ કરીને સૌને સ્તબધ કરી દીધા હતા, જેમાં તેઓ પ્રશાંત મહાસાગરમાં આવેલા તન્ના ટાપુ પર યાસુર જ્વાળામુખીની ઉપર એક દોરડું લટકાવી એના પર ઉઘાડા પગે ચાલીને જતા હતા. એ બદલ એમનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. આ જોડીએ આ સાહસ માટે વનુઆતુમાં આવેલા માઉન્ટ યાસુર પર્વત પર ૪૨ મીટરની ઊંચાઈ પર આ દોરી બાંધી હતી. વિડિયો ક્લિપમાં તેઓ હેલ્મેટ અને ગૅસ માસ્ક પહેરીને ૨૫૧ મીટર લાંબી દોરી પર ચાલતા જોવા મળ્યા હતા. એક સમયે ત્યાં જ્વાળામુખી ફાટ્યો હતો તેમ છતાં તેમણે ચાલવાનું યથાવત રાખ્યું હતું. એક યુઝરે લખ્યું પણ હતું કે તેમને બે અવૉર્ડ આપવા જોઈએ. એક જ્વાળામુખીને પાર કરવા માટે તો બીજો જીવતા રહેવા માટે. રેકૉર્ડ તોડવાનો આ પ્રયાસ ૧૫ જૂનના કરવામાં આવ્યો હતો, જેને તાજેતરમાં માન્યતા મળી હતી.

offbeat news guinness book of world records international news