✕

ટોક્યોના એક રેલવે-સ્ટેશન પર બે બકરીઓને નોકરીએ રાખવામાં આવી

28 October, 2026 06:59 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનના ટોક્યો શહેરમાં રેલવે-કંપનીએ યોત્સુયા નામના રેલવે-સ્ટેશન પર ઑક્ટોબર મહિનાના બીજા અઠવાડિયાથી બે બકરીઓને નોકરીએ રાખી છે. આ બકરીઓમાંથી એક બે વર્ષની પોકે નામની માદા બકરી છે.

બકરીઓની અનોખી નોકરી

જપાનના ટોક્યો શહેરમાં રેલવે-કંપનીએ યોત્સુયા નામના રેલવે-સ્ટેશન પર ઑક્ટોબર મહિનાના બીજા અઠવાડિયાથી બે બકરીઓને નોકરીએ રાખી છે. આ બકરીઓમાંથી એક બે વર્ષની પોકે નામની માદા બકરી છે અને બીજો બકરો છે જેનું નામ છે નાગી. આ જોડીનું કામ છે રેલવે-સ્ટેશન પર ઊગતા નીંદણને ચરી ખાવાનું. આ સ્ટેશન પાસે કુદરતી કારણોસર ખૂબ જ ઘેરું ઘાસ ઊગી નીકળે છે. જો એ ઘાસ દૂર કરવા માટે માણસો રાખવામાં આવે તો તેમને પૈસા આપવા પડે અને સાથે મશીનરી પણ વપરાય. રેલવે-કંપનીને એના કરતાં બકરીઓને રાખવાનું વધુ પોસાય એવું લાગ્યું. આ બકરીઓ આખો દિવસ એ જ વિસ્તારમાં છૂટી ફરતી રહે છે. આ બકરીઓને ચારો નાખવાનો ખર્ચ પણ નથી થતો અને એમને પેટ્સની જેમ સ્ટેશન પર ફરતી જોઈને કેટલાય લોકો ખાસ એ બકરીઓને જોવા અને એમની સાથે રમવા માટે આ સ્ટેશન પર ઊતરીને વિરામ લેતા હોવાથી બીજા ધંધાઓમાં પણ સારો વધારો જોવા મળ્યો છે. આ બકરીઓ ડિસેમ્બર મહિના સુધી અહીં રહેશે.

japan tokyo international news animal environment offbeat news world news wildlife