ડેટિંગ ઍપ પરથી મળી ડ્રીમ જૉબ

26 January, 2023 02:35 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અદનાને પોતાના ભણતર વિશેની વિગતો જણાવીને તેને લાયક કોઈ જગ્યા ખાલી હોય તો જણાવી નોકરી મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી

ડેટિંગ ઍપ પરથી મળી ડ્રીમ જૉબ

આજકાલના યુવાનોમાં ડેટિંગ ઍપ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. દેશના યુવાનો માટે બમ્બલ, ટિન્ડર અને હિન્જ મૅચમેકરનું કામ કરે છે. જોકે એક વ્યક્તિની વાત પરથી પુરવાર થાય છે કે આ ઍપ્સ માત્ર સપનાના જીવનસાથી જ નહીં, સપનાનું કામ પણ આપી શકે છે. અદનાન નામની વ્યક્તિએ તેની ચૅટનો સ્ક્રીનશૉટ બમ્બલ પર શૅર કર્યો.

વાસ્તવમાં અદનાને એક વ્યક્તિ સાથે એકમેકને ઓળખવાના પ્રયાસમાં વાતની શરૂઆત કરી હતી, પરંતુ થોડી જ સેકન્ડમાં એક વ્યક્તિએ તે એક સ્ટાર્ટઅપના ટૅલન્ટ ઍક્વિઝિશન વિભાગમાં કામ કરતો હોવાનું જણાયા બાદ તેમની વાતચીત વ્યક્તિગતથી હટીને કામકાજ તરફ વળી ગઈ હતી. અદનાને પોતાના ભણતર વિશેની વિગતો જણાવીને તેને લાયક કોઈ જગ્યા ખાલી હોય તો જણાવી નોકરી મેળવવામાં મદદ કરવા વિનંતી કરી હતી. તેના આ વલણથી સામેની વ્યક્તિએ ગુસ્સે થવાને બદલે તેના અભ્યાસની વિગતો જાણીને એક સ્ટાર્ટઅપ માટે ઇન્ટરવ્યુ મેળવી આપ્યો. અદનાને પોતાની સ્ટોરી ટ્વિટર પર મૂકતાં જ તે ચર્ચાનો વિષય બની ગઈ હતી.

offbeat news twitter viral videos international news washington