હૉલિડે ડેસ્ટિનેશન અફઘાનિસ્તાન હોઈ શકે?

25 May, 2023 01:15 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

જો શેફર જણાવે છે કે વિદેશ મંત્રાલય દ્વારા તેમને ટૂર ન કરવાની સલાહ આપવામાં આવી હોવા છતાં તેઓ ટૂર માટે ઇન્શ્યૉરન્સ કવર મેળવી શક્યા છે. 

જો શેફર

ફ્રીલાન્સ કૅમેરામૅન જો શેફર અને તેમના ભૂતપૂર્વ સહયોગી નૂરી કાદતુલ્લાહે સાથે મળીને સફરાત ટૂર્સ નામની કંપનીની સ્થાપના કરી છે. આ કંપની અફઘાનિસ્તાન જેવા જોખમી દેશોમાં ટૂરિસ્ટ હૉલિડે ઑફર કરે છે, જેના માટે તે પ્રતિ વ્યક્તિ ૪૦૦૦ પાઉન્ડ (લગભગ ૪.૦૯ લાખ રૂપિયા) ચાર્જ કરે છે. આ બંને જણ ગયા ઑક્ટોબરમાં તેમના પ્રવાસીઓના પહેલા જૂથને અફઘાનિસ્તાન લઈ ગયા હતા તથા આગામી અઠવાડિયામાં વધુ મોટા ગ્રુપને લઈ જવાની તૈયારીમાં છે.  સફરાત ટૂર્સના જો શેફર કહે છે કે તેમની સાથે ટૂરમાં જોડાનારાઓમાં તમામ પ્રકારના લોકો સામેલ છે. કેટલાક માટે અફઘાનિસ્તાનનો પ્રવાસ તેમની રોમાંચ માટેના સપનાંનો એક હિસ્સો છે, જ્યારે અમુક લોકો થોડા સમય માટે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાથી અહીંના પ્રવાસે જઈ રહ્યા છે. જો શેફર જણાવે છે કે વિદેશ મંત્રાલય દ્વારા તેમને ટૂર ન કરવાની સલાહ આપવામાં આવી હોવા છતાં તેઓ ટૂર માટે ઇન્શ્યૉરન્સ કવર મેળવી શક્યા છે. જો શેફરે કહ્યું હતું કે સફરનું આકર્ષણ સધર્ન અફઘાનિસ્તાનમાં તાલિબાનનું હાર્ટલૅન્ડ કંધાર અને હેલમન્ડ છે અને આગામી પાનખર ઋતુમાં ન્યુ યૉર્ક ટાઇમ્સના ફોટોગ્રાફર સાથે મોટું ગ્રુપ લઈ જવાની યોજના ધરાવે છે.

offbeat news travel news travelogue afghanistan london international news