ગિનેસ બુકમાં વિક્રમ નોંધાવવા ૪૫૨૦ ચોરસ ફુટનું ડ્રૉઇંગ કર્યું

23 November, 2019 11:34 AM IST  |  Mumbai Desk

ગિનેસ બુકમાં વિક્રમ નોંધાવવા ૪૫૨૦ ચોરસ ફુટનું ડ્રૉઇંગ કર્યું

સ્કૉટલૅન્ડનાં ૩૬ વર્ષનાં ચિત્રકાર જોહાના બાસફોર્ડે ગિનેસ બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે લગભગ ૧૨ કલાક સુધી પેઇન્ટિંગ કરીને ફૂલોનું ૪૫૨૦ ચોરસ ફુટનું બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રૉઇંગ તૈયાર કર્યું છે. પુખ્ત વયના લોકો માટેની કલરિંગ બુક્સમાં ફૂલોનાં ચિત્રો માટે જાણીતાં જોહાના બાસફોર્ડે તેમની જૂની સ્કૂલના જિમ્નૅશ્યમમાં મસમોટા કદનું પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. વ્યક્તિગત રીતે સૌથી મોટા કદના પેઇન્ટિંગના અગાઉનો અમનસિંઘ ગુલાટીનો વિક્રમ તોડીને જોહાનાએ નવો વિક્રમ સ્થાપ્યો હોવાનું ગિનેસ બુકના નિર્ણાયકોએ ૪૫૨૦ ચોરસ ફુટનું ડ્રૉઇંગ તપાસીને જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

offbeat news guinness book of world records