ભાઈ, આવું રિસ્ક શા માટે?

21 September, 2022 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોને @FredSchultz35 નામના એક ટ્વિટર-યુઝરે પોસ્ટ કર્યો હતો

વૅનને કનૅલ પર સમાંતર મૂકવામાં આવેલા લાકડાના બે ગોળ ટુકડા પરથી રિવર્સમાં ચલાવે છે.

એક રોમાંચક વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેની વૅનને કનૅલ પર સમાંતર મૂકવામાં આવેલા લાકડાના બે ગોળ ટુકડા પરથી રિવર્સમાં ચલાવે છે.

કનૅલમાં નીચે પાણી અને કીચડ છે. આ વિડિયોને @FredSchultz35 નામના એક ટ્વિટર-યુઝરે પોસ્ટ કર્યો હતો. હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ કે આ વિડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો અને આ ડ્રાઇવરે શા માટે આવું જોખમ લીધું હતું. સોમવારે પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોને અત્યાર સુધી બે લાખથી વધારે વ્યુઝ મળી ચૂક્યા છે.

offbeat news viral videos twitter national news