આ ઍર-ક્લિપ તેના માલિકને કોવિડ પૉઝિટિવ વ્યક્તિથી બચાવી શકે છે

25 January, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍપિસેન્ટરે ચોખાના કદની એક માઇક્રોચિપ તૈયાર કરી છે જે કોવિડ વૅક્સિનેશનની માહિતીનો સંગ્રહ કરવા ચામડીની નીચે દાખલ કરી શકાય છે. 

આ ઍર-ક્લિપ તેના માલિકને કોવિડ પૉઝિટિવ વ્યક્તિથી બચાવી શકે છે

તાજેતરમાં સ્ટૉકહોમ સ્થિત સ્ટાર્ટઅપે કોવિડ વૅક્સિનનું સ્ટેટસ જાણવા એક નવી પદ્ધતિ શરૂ કરી છે, જેને કોઈ પેપર ફૉર્મમાં કે ડિજિટલ ફાઇલ્સની જેમ ફોનમાં સ્ટોર કરવાની જરૂર નથી પડતી.
ઍપિસેન્ટરે ચોખાના કદની એક માઇક્રોચિપ તૈયાર કરી છે જે કોવિડ વૅક્સિનેશનની માહિતીનો સંગ્રહ કરવા ચામડીની નીચે દાખલ કરી શકાય છે. 
યેલ યુનિવર્સિટીના કેટલાક સંશોધકોએ એક અત્યંત ઉપયોગી ઉપકરણનો આવિષ્કાર કર્યો છે. આ એક પહેરી શકાય એવું ઉપકરણ છે, જે એ પહેરનાર જ્યારે કોવિડ-સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે તેને સચેત કરે છે. આ ક્લિપ-ઑન-ડિવાઇસ હવામાં કોવિડના વાઇરસને પણ પારખી લે છે. આ સંશોધનનો મૂળ હેતુ એના વપરાશકારોને કોવિડના સંભવિત જોખમથી સાવચેત કરીને કોવિડ ટેસ્ટ કરવા કે ક્વૉરન્ટીન થવા સૂચિત કરવાનો છે. 

offbeat news coronavirus covid19 covid vaccine