૮ વર્ષના છોકરાએ યોજ્યો ફૅશન-શો બન્યો યંગેસ્ટ ફૅશન-ડિઝાઇનર

25 November, 2024 04:34 PM IST  |  New york | Gujarati Mid-day Correspondent

મૅક્સ ઍલેક્ઝાન્ડર નામનો ૮ વર્ષનો છોકરો જાણે ફૅશન-ડિઝાઇનર બનવા માટે જ જન્મ્યો છે. ચાર વર્ષની ઉંમરે તેણે એક મૅનિકિન માટે કપડાં ડિઝાઇન કર્યાં હતાં અને એમાં તેની મમ્મીએ જરાય મદદ નહોતી કરી.

મૅક્સ ઍલેક્ઝાન્ડર

મૅક્સ ઍલેક્ઝાન્ડર નામનો ૮ વર્ષનો છોકરો જાણે ફૅશન-ડિઝાઇનર બનવા માટે જ જન્મ્યો છે. ચાર વર્ષની ઉંમરે તેણે એક મૅનિકિન માટે કપડાં ડિઝાઇન કર્યાં હતાં અને એમાં તેની મમ્મીએ જરાય મદદ નહોતી કરી. જોકે એ પછી તો તેને ફૅશન-શો જોવામાં એટલો રસ પડવા માંડ્યો કે તે ગેમ્સ રમવાને બદલે ફૅશન-શો માટે જાતજાતનાં કપડાં ડિઝાઇન કરવા માંડ્યો. એક વર્ષ પહેલાં મૅક્સે ન્યુ યૉર્કમાં ફૅશન-વીકમાં જાતે ડિઝાઇન કરેલાં અને જાતે જ સીવેલાં કપડાં રજૂ કર્યાં હતાં. આ પહેલાંથી જ તેણે જાતે કપડાં બનાવીને એ વેચવાનું કામ શરૂ કરી દીધું હતું.

જોકે ન્યુ યૉર્ક ફૅશન-વીકમાં તેનું કામ વખણાતાં હવે તે ઇન્ટરનૅશનલી જાણીતો ડિઝાઇનર બની ચૂક્યો છે અને તેની આ સિદ્ધિની ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં પણ નોંધ લેવાઈ છે. તેને યંગેસ્ટ ફૅશન-ડિઝાઇનરનો ખિતાબ આપવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર તેના ૩૦ લાખથી વધુ ફૉલોઅર્સ છે.

fashion fashion news new york international news news world news offbeat news social media guinness book of world records