દાઢી-મૂછની સ્પર્ધામાં ભાગ લીધો ૧૦૦થી વધુ યુરોપિયનોએ

22 September, 2025 11:06 AM IST  |  Austria | Gujarati Mid-day Correspondent

આ એવો મહોત્સવ છે જેમાં લોકો પોતાની દાઢીને ગ્રૂમ કરીને અલગ-અલગ શેપ અને સ્ટાઇલમાં સજાવીને લાવે છે

યુરોપિયનોની દાઢી મોટા ભાગે સૉલ્ટ-પેપર કે વાઇટ રંગની જ હોય છે

ઑસ્ટ્રિયામાં ત્રણ દિવસની યુરોપિયન બિઅર્ડ ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું. આ એવો મહોત્સવ છે જેમાં લોકો પોતાની દાઢીને ગ્રૂમ કરીને અલગ-અલગ શેપ અને સ્ટાઇલમાં સજાવીને લાવે છે. આ માટે મહિનાઓથી તેઓ મહેનત કરે છે. યુરોપિયનોની દાઢી મોટા ભાગે સૉલ્ટ-પેપર કે વાઇટ રંગની જ હોય છે, પણ એને રોજ તેલ પીવડાવીને મોટી કરવા માટે અને અલગ-અલગ રીતે સેટ કરવા માટે લોકો વર્ષોથી ટ્રેઇનિંગ લેતા હોય છે. આ દાઢીને ગ્રૂમ કરવાનો ક્રેઝ દર વર્ષે વધતો જ જાય છે. આ વખતે એમાં ભાગ લેવા માટે ૧૦૦થી વધુ યુરોપિયન્સ આવ્યા હતા. અહીં લાંબી દાઢી-મૂછનો મહિમા નથી, પણ ખૂબ કાળજી રાખીને વધારેલી અને એમાંથી જેલી વડે વિવિધ શેપમાં ગોઠવી શકાય એવી દાઢીની બોલબાલા હોય છે.

austria international news world news fashion news fashion