02 August, 2024 10:07 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આ યુવાનનાં લગ્ન તેની સગર્ભા ભાભી સાથે થયાં છે
લગ્ન આકાશમાં નક્કી થાય છે એવું આપણે કહેતા હોઈએ છીએ. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બીબીપુર ગામના યુવાનનાં લગ્ન જો આવી રીતે નક્કી થયાં હોય તો વિચારવું પડે! કારણ કે આ યુવાનનાં લગ્ન તેની સગર્ભા ભાભી સાથે થયાં છે અને એ પણ તેના મોટા ભાઈએ જ કરાવ્યાં છે.
બીબીપુરમાં દિયર અને ભાભી વચ્ચે આડોઅવળો સંબંધ હતો એ વાતની મોટા ભાઈને ખબર પડી ગઈ. સાથોસાથ પત્નીને ગર્ભ રહ્યો છે એ વાતની પણ ખબર પડી. આવી પરિસ્થિતિમાં પતિએ સગર્ભા પત્નીને રાખવાની ના પાડી દીધી અને ધર્મસંકટમાં મુકાયેલી સગર્ભા ભાભીનું કોણ? એવું વિચારીને દિયરે લગ્ન કરવાનો નિર્ણય લીધો. મંદિરમાં જઈને બન્નેએ લગ્નની વિધિ પૂરી કરી અને મોટા ભાઈએ પત્નીમાંથી ભાભી બનેલી નવોઢાને આશીર્વાદ પણ આપ્યા.