વેનિસ શહેરે ટૂરિસ્ટ ઘટાડવા એન્ટ્રી-ફી શરૂ કરી

27 April, 2024 12:26 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટૂરિસ્ટોના ફેવરિટ એવા યુરોપનાં ઘણાં શહેરોમાં પ્રવાસીઓનો ધસારો ઓછો કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ઇટલીનું શહેર વેનિસ

ઇટલીનું શહેર વેનિસ દુનિયાભરના પ્રવાસીઓ માટે ડ્રીમ-ડેસ્ટિનેશન છે. જોકે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટતા હોવાથી વેનિસના મૂળ રહેવાસીઓ હેરાનપરેશાન થઈ રહ્યા છે. એટલે હવે પીક અવર્સ દરમ્યાન વેનિસમાં પ્રવેશવા માગતા લોકો માટે પાંચ યુરો (૪૪૫ રૂપિયા) એન્ટ્રી-ફી રાખવામાં આવી છે. વેનિસના મેઇન સ્ટેશનની બહાર ક્યુઆર કોડ સ્કૅન કરીને ટૂરિસ્ટો ફી ચૂકવી શકે છે. વેનિસમાં કામધંધા કે જૉબ માટે આવતા લોકોને એન્ટ્રી-ફીમાંથી છૂટ આપવામાં આવી છે. માત્ર વેનિસ જ નહીં, ટૂરિસ્ટોના ફેવરિટ એવા યુરોપનાં ઘણાં શહેરોમાં પ્રવાસીઓનો ધસારો ઓછો કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

offbeat news travel news venice international news italy