સાત વર્ષથી આ ભાઈએ વાળ વધાર્યા છે જે બે ફુટના થઈ ગયા છે

25 May, 2019 08:32 AM IST  | 

સાત વર્ષથી આ ભાઈએ વાળ વધાર્યા છે જે બે ફુટના થઈ ગયા છે

2 ફૂટ લાંબા વાળ સાથે ક્રિસ્ટિઆનો બ્રાગ્રા

બ્રાઝિલના મીનાઝ ગેરાઇસ નામના ટાઉનમાં રહેતા ૨૮ વર્ષના યુવકને વાળ વધારવાનો શોખ છે. આ શોખને કારણે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છે, પણ શોખ એવો જ બરકરાર છે. ક્રિસ્ટિઆનો બ્રાગ્રા નામના આ યુવાને સાત વર્ષ પહેલાં વાળ વધારવાનું નક્કી કરેલું એટલું જ નહીં, તે વાળની કાળજી એક છોકરી કરતાંય વધુ સારી રીતે રાખે છે.

ઍલોવેરા, એવાકાડો, મિન્સ અને રોઝમેરી જેવાં નૅચરલ ઑઇલ્સથી તે વાળને પોષક તત્ત્વો આપે છે અને નિયમિત શૅમ્પૂ તથા કન્ડિશનર કરીને ચમકતા, લીસા અને લહેરાતા રાખે છે. મોટા ભાગે છોકરાઓ જ્યારે વાળ વધારે ત્યારે અમુક હદ પછી એની ચોટલી કે અંબોડો વાળીને એને બાંધી દેવાનું પ્રીફર કરતા હોય છે, પણ ક્રિસ્ટિઆનોને એવી જરૂર નથી લાગતી.

આ પણ વાંચો: કૉન્ગ્રેસની કારમી હાર બાદ રાજીનામાના દોરની શરૂઆત, આજે cwcની બેઠક

ક્રિસ્ટિઆનો બ્રાગ્રા છોકરીઓની સ્ટાઇલમાં જ વાળમાં હેરપિન નાખીને ખુલ્લા રાખે છે.એને કારણે લોકોને લાગે છે કે તેને કદાચ છોકરો નહીં, પણ છોકરી બની રહેવામાં રસ હશે. જોકે એવું જરાય નથી. ભાઈ સ્પષ્ટતા કરતાં કહે છે મને માત્ર લાંબા વાળ ગમે છે, બાકી હું પુરુષ છું અને નૉર્મલ પુરુષ જેવી જ વિજાતીય સેક્સ્યુઅલિટી ધરાવું છું.

 

hatke news offbeat news