૧૬ વર્ષનો ટીનેજર બિહારથી ૧૭૪૩ કિલોમીટર સ્કેટ કરીને વૈષ્ણોદેવીનાં ચરણે પહોંચ્યો

06 January, 2025 04:02 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

બિહારના જેહાનબાદમાં રહેતા ૧૬ વર્ષના અમિત કુમાર નામના ટીનેજરે સ્કેટિંગ કરીને પોતાના ગામથી જમ્મુના માતા વૈષ્ણોદેવીના મંદિર સુધી યાત્રા કરી હતી.

૧૬ વર્ષના અમિત કુમાર

બિહારના જેહાનબાદમાં રહેતા ૧૬ વર્ષના અમિત કુમાર નામના ટીનેજરે સ્કેટિંગ કરીને પોતાના ગામથી જમ્મુના માતા વૈષ્ણોદેવીના મંદિર સુધી યાત્રા કરી હતી. રોલર-સ્કેટ્સ પર લગભગ ૧૭૪૩ કિલોમીટરનું અંતર કાપતાં તેને ઘણા દિવસો લાગ્યા હતા. સ્કેટિંગનું પૅશન અને વૈષ્ણોદેવી પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઈને તેણે આ અત્યંત કપરી યાત્રા કરી હતી અને શારીરિક સામર્થ્ય અને આધ્યાત્મિક સમર્પણની મિસાલ રજૂ કરી હતી.

bihar religion religious places jammu and kashmir national news news offbeat news