જાપાનઃમળ, મૂત્ર, લાળ તપાસીને કસ્ટમાઇઝ્ડ વાનગીઓ પીરસશે ટોક્યોની રેસ્ટોરા

18 March, 2019 08:29 AM IST  |  ટોક્યો

જાપાનઃમળ, મૂત્ર, લાળ તપાસીને કસ્ટમાઇઝ્ડ વાનગીઓ પીરસશે ટોક્યોની રેસ્ટોરા

સુશી રેસ્ટોન્ટમાં છે નવા પ્રકારની રીત

રેસ્ટોરાં હવે માત્ર ટેસ્ટ જ ન, હેલ્ધી ફૂડ પીરસવાની હોડમાં પણ લાગી છે ત્યારે ટોક્યોની એક રેસ્ટોરાં સાવ જ હટકે કન્સેપ્ટ સાથે ખૂલવા જઈ રહી છે. આ રેસ્ટોરાં તમારા શરીરને શાની જરૂર છે એ સમજીને એ મુજબની ટેલરમેડ વાનગીઓ બનાવીને પીરસશે. તમને થશે કે દરેક વ્યક્તિની જરૂરિયાત કેવી રીતે સમજવાની? તો એ માટે રેસ્ટોરાંવાળા પહેલેથી તમારાં મળ, મૂત્ર અને લાળનાં સૅમ્પલ મગાવશે.

સુશી સિન્ગ્યુલરિટી નામની આ રેસ્ટોરાંમાં જો તમારે જમવું હોય તો રેસ્ટોરાં તમારે ત્યાં એક હેલ્થ-ટેસ્ટ કિટ મોકલશે. એમાં જરૂરી સૅમ્પલ્સ ભરીને તમારે રેસ્ટોરાંવાળાને રિટર્ન કરવાની. તેમની ખાસ લૅબોરેટરીમાં જે-તે સૅમ્પલ્સનું વિfલેષણ કરીને તમારા શરીરમાં શું ખૂટે છે એ તપાસવામાં આવશે. દરેક ગ્રાહકના ન્યુટ્રિશનલ સ્ટેટસ મુજબ તમને ખાસ હેલ્થ આઇડી આપવામાં આવશે. આ આઇડેન્ટિટી કાર્ડ મુજબ રેસ્ટોરાંમાં પર્સનલાઇઝ્ડ સુશી રેસિપી તૈયાર થશે. તમારા શરીરમાં ખૂટતાં પોષક તkવો અનુસાર શાકભાજી, મસાલા અને અન્ય ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં વપરાશે.

આ પણ વાંચોઃ ગૂગલ પ્રમાણે “વઘારેલા મમરા” એટલે I Love You

આ રેસ્ટોરાંની બીજી ખાસિયત એ છે કે અહીં ૩D પ્રિન્ટર દ્વારા વાનગી તૈયાર થાય છે. એ પછી એમાં જે-તે વ્યક્તિમાં ખૂટતાં મિનરલ્સ અને વિટામિન્સ ઇન્જેક્શન દ્વારા વાનગીમાં ઉમેરવામાં આવે છે. એમ કરીને તમારા શરીરને જોઈતું પોષણ મળે એવો આહાર તમે લો. આ રેસ્ટોરાંનો નાનકડો પ્રયોગ તાજેતરમાં ટોક્યોમાં થયો હતો. જોકે પુરજોશમાં આ રેસ્ટોરાં ૨૦૨૦ સુધીમાં લૉન્ચ થશે.

offbeat news hatke news