સુરતના આ મિનિએચર-આર્ટિસ્ટે રચી છે બીટલ-આર્ટ

04 January, 2021 09:45 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સુરતના આ મિનિએચર-આર્ટિસ્ટે રચી છે બીટલ-આર્ટ

બીટલ-આર્ટ

સુરતના પવન શર્મા નામના મિનિએચર-આર્ટિસ્ટે લૉકડાઉનના સમયનો સદુપયોગ સોપારી પર ચિત્રો બનાવવામાં કર્યો છે. તેણે સોપારી પર રામમંદિર, ગણેશજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો કોતર્યાં છે.

મિનિએચર-આર્ટિસ્ટ પવન શર્માએ કોરોનાના ક્વૉરન્ટીનમાં સોપારી પર કોતરણીને શોખ તરીકે વિકસાવી હતી. અત્યાર સુધીમાં તેણે સોપારી પર પાંદડાંઓનાં બૉક્સ, શંખ શેલ સ્ટૅન્ડ્સ,  કોરોના-વૉરિયર્સ, નાનાં લઘુચિત્ર, પાણીનાં વાસણ જેવાં લગભગ ૬૦ ચિત્રો કોતર્યાં છે.

સોપારી સખત હોવાથી એના પર ચિત્રો કોતરવામાં ખૂબ મહેનત અને સમય માગી લે છે. એ વિશે પવન શર્માનું કહેવું છે કે શરૂઆતમાં બેથી ત્રણ કલાકનો સમય લેતાં આ ચિત્રો હવે માત્ર ૧૫ મિનિટમાં તૈયાર કરી શકાય છે.

offbeat news gujarat surat