સુરતઃ માર્શલ આર્ટિસ્ટોની ટીમે ખીલ્લાના બેડ પર સૅન્ડવિચ બનાવી સૅન્ડવિચ

28 October, 2019 09:14 AM IST  |  સુરત

સુરતઃ માર્શલ આર્ટિસ્ટોની ટીમે ખીલ્લાના બેડ પર સૅન્ડવિચ બનાવી સૅન્ડવિચ

સુરતમાં આર્ટિસ્ટોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ખીલ્લાના બેડ પર સૂવાની વાત આવે ત્યારે મહાભારતના ભીષ્મ પિતામહની બાણશૈયા યાદ આવી જાય.  જોકે હવે મૉડર્ન માર્શલ આર્ટ્સ થકી શરીરને બાણ નહીં, પણ ખીલાની પથારી પર સૂવા માટે તૈયાર કરી શકાય છે. સુરતના વિસ્પી ખરાદી અને તેમની ટીમ આ કામમાં જબરજસ્ત કુશળતા ધરાવે છે. તેમની ટીમે એક પર એક ચડીને ખીલાની પથારી પર સૂવાનું સાહસ કર્યું છે. અલબત્ત, આ કંઈ તેમના માટે પહેલી વારનું નહોતું. આ પહેલાં પણ તેમણે આ જ પ્રકારનું સાહસ કરેલું અને આઠ આર્ટિસ્ટોએ મળીને ખીલ્લાની સૅન્ડવિચ બનાવી હતી. એમાં સૌથી પહેલાં એક વ્યક્તિ છ ઇંચ લાંબા ખીલ્લાની પથારી પર સૂઈ જાય. ઉપરના ભાગમાં કોઈ જ કપડું ન હોય જેથી કોઈ પ્રકારનું પ્રોટેક્શન હોવાની સંભાવના નહીંવત થઈ જાય. કમરથી નીચેના ભાગમાં એક બૉક્સ જેવું મૂકવામાં આવે જેની પર બીજો આર્ટિસ્ટ ચડી જાય અને નીચેના માણસની પીઠ પર મૂકેલા ખીલાની પથારી પર સૂઈ જાય. આ જ રીતે કુલ નવ જણે એકમેકની ઉપરની ખીલાની પથારી પર ચડીને સૂઈ જવાનું સાહસ કર્યું. છેલ્લો આર્ટિસ્ટ ચડી ગયો એ પછી એક મિનિટ સુધી તેઓ આ જ પોઝિશનમાં  સ્થિર રહ્યા અને પછી ધીમે-ધીમે કરતાં પાછા નીચે ઉતારવામાં આવ્યા. ગયા અઠવાડિયે યોજાયેલી એક ઇવેન્ટમાં આ સ્ટન્ટ ભજવાયો હતો અને એમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા વિસ્પી ખરાદીને તેનો પોતાનો જ રેકૉર્ડ તોડવાનો ખિતાબ મળ્યો હતો.

surat gujarat hatke news offbeat news