માતાએ બાળકો સાથે એક સાચા મિત્ર તરીકેનો સબંધ કેળવવો જોઇએ :રીવાબા જાડેજા

12 May, 2019 06:52 PM IST  |  મુંબઈ

માતાએ બાળકો સાથે એક સાચા મિત્ર તરીકેનો સબંધ કેળવવો જોઇએ :રીવાબા જાડેજા

નિધ્યાના સાથે રીવાબા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ મધર્ડ નિમિતે પુત્રી નિધ્યાના સાથે સમય વિતાવ્યો છે. રીવાબાએ દીકરી સાથેનો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં રીવાબા નિધ્યાનાને રમાડી રહ્યા છે. વીડિયોમાં રિવાબા અને નિધ્યાના પાપા પગલી કરી રહી છે અને ફુગ્ગા વડે રમી રહ્યા છે. આ સાથે રિવાબા નિધ્યાનાને નેઈલ પેઈન્ટ કરાવી રહ્યા છે.


છેલ્લા ઘમા સમયથી રીવાબા જાડેજા લોકોમાં અને જામનગરના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. રીવાબા ભાજપમાં જોડાયા બાદ તેમના નણંદ અને રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાતા જામનગરનું રાજકારણ ગરમાયું હતું. રીવાબા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તે પહેલા તે રાજપૂત કરણી સેનામાં જોડાયા હતા જ્યાં તેમને ગુજરાત મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રવિન્દ્ર જાડેજાના બહાર ક્રિકેટ પ્રવાસ પર હોવાના કારણે નિધ્યાનાની સંપૂર્ણ જવાબદારી રીવાબા સંભાળે છે જોકે બીજેપીમાં જોડાયા પછી અને કરણી સેનાના મહિલા પ્રમુખ પદ સંભાળ્યા પછી વ્યસ્ત જોવા મળતા હોય છે.

આ પણ વાંચો: Happy Mothers Day: સામાન્ય લોકો પણ મનાવી રહ્યા છે મધર્સ ડે


મધર્સ ડે પર રીવાબાએ આપ્યો એક સંદેશ
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ મધર્સ ડે નિમિત્તે લોકોને એક સુંદર સંદેશો આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે દરેક માતાએ પોતાના બાળક માટે સમય આપવો જોઈએ બાળક સાથે માં તરીકે સબંધની સાથો સાથો તેની સાથે મિત્ર જેવો પણ સબંધ બનાવવો જોઈએ.

ravindra jadeja offbeat news