Video: જૂલો ઝુલતા કપલને હવામાં ઉડતો દેખાયો I phone, વ્યક્તિએ કર્યું આવુ

09 September, 2019 07:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

Video: જૂલો ઝુલતા કપલને હવામાં ઉડતો દેખાયો I phone, વ્યક્તિએ કર્યું આવુ

તસવીર સૌજન્ય યૂટ્યૂબ

સ્પેનના પોર્ટ એવેંચર વર્લ્ડ થીમ પાર્કમાં એવી ઘટના બની છે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. એક કપલ રોલર કૉસ્ટર રાઇડ કરી રહ્યું હતું. ત્યારે વ્યક્તિને હવામાં આઇફોન ઉડતો દેખાયો. તે વ્યક્તિએ તેને એક પણ સેકન્ડની રાહ જોયા વગર પકડી લીધો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે વખતે તેઓ શંભલા રાઇડ કરી રહ્યા હતા, જે પાર્કની સૌથી મોટી અને સૌથી ખતરનાક રાઈડ છે. રાઈડ દરમિયાન તેમણે જોયું કે આગળવાળા વ્યક્તિના ખીસ્સામાંથી ફોન નીકળીને નીચેની તરફ પડી રહ્યો હતો. તો આ વ્યક્તિએ ઉપર ઉઠીને મોબાઇલને એક હાથે પકડી લીધો. જેની માટે તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

ફોનને કેચ કરનાર વ્યક્તિનું નામ સેમ્યુઅલ કેમ્ફ છે. જે પાર્કમાં ફરવા આવ્યા હતા. આ વીડિયોને સેમ્યુઅલે જ રેકૉર્ડ કર્યો અને યૂટ્યૂબ પર 4 સપ્ટેમ્બરે અપલોડ કર્યો. જ્યાંથી લોકો આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે.

આ વીડિયોને યૂટ્યૂબ પર 48 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 19 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. હજારો કોમેન્ટ્સ થઈ ચૂકી છે. એક યૂઝરે લખ્યું, "ખરેખર ખૂબ જ સરસ અને ખતરનાક વીડિયો છે. કાશ આ વીડિયો વધું લાંબો હોત અને અમે બધાના રિએક્શન્સ જોઈ શક્યા હોત." તો અન્ય યૂઝરે લખ્યું છે કે, "તમે ખરેખર ખૂબ જ મોટું કામ કર્યું છે. તમારું કેચ જોયા બાદ ફોનના માલિકના જીવમાં જીવ આવ્યો હશે."

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં સેમ્યુઅલે કહ્યું કે, "તેને વિશ્વાસ નહોતો થતો કે મેં ફોન કેચ કરી લીધો છે. તે મને ભેટી પડ્યા. ફોનને પાછો પોતાના હાથમાં જોઇને તે ખૂબ જ ખુશ હતા."

offbeat news spain