રોલર-કોસ્ટરમાં ખિસ્સામાંથી આઇફોન પડી ગયો અને પાછળની સીટવાળાએ કૅચ કર્યો

10 September, 2019 10:07 AM IST  | 

રોલર-કોસ્ટરમાં ખિસ્સામાંથી આઇફોન પડી ગયો અને પાછળની સીટવાળાએ કૅચ કર્યો

સ્પેનના પોર્ટ ઍડવેન્ચર વર્લ્ડ થીમમાં એક એવી ઘટના ઘટી જે કદાચ આ પહેલાં કદી નહીં થઈ હોય. અહીં જાતજાતની ડરામણી અને રૂંવાડાં ખડાં કરી દે એવી રોલર-કોસ્ટર રાઇડ્સ છે. શંભલા રાઇડ અહીંની સૌથી ડેન્જરસ ગણાય છે. આ રાઇડ ઉપર-નીચે, આડી-અવળી એવી ઘુમે છે કે રાઇડરોનું માથું ચકરી ખાઈ જાય.

જોકે આ રાઇડમાં આગળની સીટમાં બેઠેલા સૅમ્યુઅલ નામના ભાઈના ખિસ્સામાંથી આઇફોન નીચે સરકી ગયો. રાઇડની થ્રિલમાં એ ભાઈને તો ખબર પણ નહોતી, પરંતુ તેની પાછળની સીટમાં બેઠેલા વ્યક્તિને ફોન પડી રહ્યો છે એ દેખાયું. હવાના પ્રવાહને કારણે ખાસ્સો સાઇડમાં એ ફોન પડી રહ્યો હતો અને રાઇડ પર બહુ ઝડપથી ઊંચે જઈ રહી હતી એવામાં ભાઈએ ખાસ્સો લાંબો હાથ કરીને ફોન કૅચ કરી લીધો. પહેલાં આંગળીના ટેરવે લાગ્યો અને પછી તેણે પકડ મજબૂત કરીને એને ઝીલી લીધો. આ ઘટનાનો વિડિયો યુગલે સીટની આગળ લગાવેલા કૅમેરામાં ઝીલાઈ ગયો.

આ પણ વાંચો: 30 વર્ષ પહેલા 200 લોકોની વસ્તીવાળા ગામમાં હવે 1 જ વ્યક્તિ,છતાં એકલો નથી

જ્યારે ભાઈસાહેબ નીચે ઊતર્યાં અને કોઈકનો આઇફોન મળ્યો છે એ વાતની ખબર પડી ત્યારે સૅમ્યુઅલ ભાઈ ખુશ થતા-થતા તેમની પાસે આવ્યા. રાઇડમાં પડી ગયેલો ફોન મળવાની તેને તો આશા જ નહોતી અને જો મળે તો એ સાજો હોય એવી શક્યતા પણ નહોતી. ફોન કૅચ કરતા આ જાંબાઝ ભાઈનો વિડિયો યુટ્યુબ પર ખૂબ વાઇરલ થયો છે અને ૪૮ લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે.

offbeat news hatke news gujarati mid-day