આ સિંહભાઈશ્રીની સ્કિન-કૅન્સરની સારવાર ચાલી રહી છે

10 May, 2019 08:46 AM IST  |  દ.આફ્રિકા

આ સિંહભાઈશ્રીની સ્કિન-કૅન્સરની સારવાર ચાલી રહી છે


સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા પાસે લૉરી પાર્ક ઍનિમલ ઍન્ડ આઉલ સૅન્ક્ચુઅરીમાં રહેતો ૧૬ વર્ષનો કૅઓસ નામનો સિંહ હાલમાં પ્રિટોરિયાની મ્યુલમેડ મેડિક્લિનિકમાં સ્કિન-કૅન્સરની સારવાર લઈ રહ્યો છે. આ હૉસ્પિટલ માણસોની સારવાર માટેની છે, પરંતુ કૅન્સર માટે સિંહને અહીં સારવાર અપાઈ રહી છે. ૨૬૫ કિલો વજન ધરાવતા સિંહને નાક પરની ત્વચામાં કૅન્સરનાં લક્ષણો છે. એની સારવાર માટે ચાર રેડિયોથેરપિસ્ટ અને એક કૅન્સર-નિષ્ણાતની ટીમ ભેગી મળીને સારવાર કરી રહી છે. માણસો માટેની હૉસ્પિટલમાં સિંહને જોઈને અફરાતફરી ન મચી જાય એ માટે સિંહને બેભાન કરીને પાછલા બારણેથી એન્ટ્રી આપવામાં આવી હતી. થોડાં વીક પહેલાં જ આ સિંહના નાક પર અજીબ લક્ષણો જોવા મળ્યાં હતાં. નિષ્ણાતોએ એની બાયોપ્સી કરીને એ કૅન્સર હોવાનું નિદાન કરેલું. સૅન્ક્ચ્યુઅરીના માલિક કારા હાઇનિસનું કહેવું હતું કે આ સિંહ મારા માટે દીકરા સમાન છે અને એને બચાવવા માટે જેકંઈ કરીએ એ ઓછું જ છે.

આ પણ વાંચોઃ મહિલાને જીવતો ઓક્ટોપસ ખાવો'તો, ઓક્ટોપસે ભર્યું બચકું !!

offbeat news hatke news