મંદિરના પ્રસાદમાં મળ્યું સાપનું બચ્ચું

08 May, 2025 11:03 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર અને કૃષ્ણગિરિને જોડતા હાઇવે પર આવેલા આ મંદિરમાં ભાવિકોને આપવામાં આવેલા પ્રસાદમાં સાપનું બચ્ચું નીકળ્યું હતું.

ચંદ્રચૂડેશ્વર મંદિર

તામિલનાડુના હોસુર શહેરમાં આવેલું ચંદ્રચૂડેશ્વર મંદિર ૮૦૦ વર્ષ જૂનું છે. પૌરાણિક મહત્ત્વ ધરાવતા આ મંદિરમાં રોજ હજારથી વધુ લોકો દર્શન કરવા આવતા હોય છે. બૅન્ગલોર અને કૃષ્ણગિરિને જોડતા હાઇવે પર આવેલા આ મંદિરમાં ભાવિકોને આપવામાં આવેલા પ્રસાદમાં સાપનું બચ્ચું નીકળ્યું હતું. ભાવિકોએ મંદિર મૅનેજમેન્ટને આ બાબતે ફરિયાદ કરી તો તેમના તરફથી સાવ ઉડાઉ જવાબ મળ્યો હતો.

tamil nadu chennai religious places religion offbeat news