જુઓ કેવી રીતે અજગરે ડઝનેક વાંદરાની હાજરીમાં લીધો તેના સાથીનો જીવ

30 October, 2019 04:02 PM IST  |  થાઈલેન્ડ

જુઓ કેવી રીતે અજગરે ડઝનેક વાંદરાની હાજરીમાં લીધો તેના સાથીનો જીવ

અજગરે વાંદરાનો ઉતાર્યો મોતને ઘાટ


હંમેશા ઉછળકૂદ કરતા રહેતા વાંદરા કોઈ અજગર જેવા પ્રાણીની ચપેટમાં આવી જાય. આવી વાત સાંભળીને થોડી અજીબ લાગે છે પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક આવો જ નજારો જોવા મળ્યા. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ટોળામાંથી એકને પોતાના લપેટામાં લઈ લીધો. જે બાદ ત્યાં હાજર ડઝન જેટલા વાંદરાઓ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, કેટલાકે તો અજગરને પકડવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ અજગરે તેમને ડરાવી દીધા. આખરે જ્યારે વાંદરો શ્વાસ લેવાનું બંધ કરી દે છે ત્યારે અજગરે તેને છોડી દીધો.

દક્ષિણી થાઈલેન્ડમાં બની ઘટના
આ ઘટના દક્ષિણ થાઈલેન્ડના પ્રેચૂબ ખિરી ખાનમાં એક પહાડી રસ્તા પર બની. અહીં અજગરે એક વાંદરાને લપેટી લીધો. તેના સાથી વાંદરાઓએ તેને છોડાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ તેઓ સફળ ન થયા. વાંદરાઓએ અજગરની પૂંછડી ખેંચી છતા તેણે પોતાની પકડ ઢીલી ન કરી.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

બુઝુર્ગે પણ કર્યો પ્રયાસ
પાર્કમાં આવેલા એક બુઝુર્ગે પણ આ દ્રશ્ય જોયુ, તેણે પણ અજગરની ચુંગાલમાંથી વાંદરાને છોડાવવા માટે અજગરને ડંડાથી હટાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. જેવો અજગરે વાંદરાને મારી દિધો કે તેવો તરત જ તે પોતાના દરમાં ઘુસી ગયો. આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

offbeat news hatke news