આ ભાઈને ‘હ્યુમન બુલેટ’ જ કહેવાય

06 August, 2022 09:24 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયન સ્ટન્ટમૅન ઇવજની છેબોતરેવનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે

રશિયન સ્ટન્ટમૅન ઇવજની છેબોતરેવ

સોશ્યલ મીડિયા પર એક વિડિયો અત્યારે સૌને ઇમ્પ્રેસ કરી રહ્યો છે. આ વિડિયોમાં રશિયન સ્ટન્ટમૅન ઇવજની છેબોતરેવ જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે તે સ્પીડમાં આવી રહેલી એક કાર પરના એક બૉક્સ પર હતો, એ પછી બે પિલર પર મૂકવામાં આવેલી બીજી એક ઊભેલી કારમાંથી તે ઝડપથી પસાર થઈને પહેલી ચાલતી કાર પર પડે છે. આ વિડિયોને અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર કરવામાં આવી રહ્યો છે. નેટિઝન્સ આ વિડિયો જોઈને કહે છે કે આ ભાઈને મોતનો સહેજ પણ ડર હોય એમ લાગતું નથી. આ સ્ટન્ટમૅને આ પહેલાં પણ આવા અનેક સ્ટન્ટ્સ કર્યા છે. 

offbeat news international news russia