સૌથી જાડી ૨૬૬ કિલોની મહિલાએ પાડોશીઓનો ડર દૂર કરવા ૪૦ કિલો વજન ઘટાડ્યુ

25 April, 2019 09:07 AM IST  |  વોલ્ગોગ્રાડ

સૌથી જાડી ૨૬૬ કિલોની મહિલાએ પાડોશીઓનો ડર દૂર કરવા ૪૦ કિલો વજન ઘટાડ્યુ

રશિયન મહિલા નતાલિયા

વોલ્ગોગ્રાડ શહેરમાં રહેતી નતાલિયા ટીનેજ સુધી તો સરસ મજાની પાતળી હતી, પણ લગ્ન અને બાળકો થયાં એ પછી થોડીક બેફિકર થઈ ગઈ. એમાંય તેના દીકરાનું અકાળ અવસાન થયું એને કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ. તેના પતિએ પણ તેને છોડી દીધી એટલે તે વધુ એકલવાયી અને અકરાંતિયાની જેમ ખાતી થઈ ગઈ. પરિણામે એનું વજન ૨૬૬ કિલોને પાર થઈ ગયું.

તેને વજન ઘટાડવાની પ્રેરણા તેના પાડોશીઓ તરફથી મળી. એનું કારણ એ હતું કે બહેન ફ્લૅટમાં બીજા માળે રહે છે. તે ઘરમાં સહેજ હાલે-ચાલે તો પણ પગ એટલો ભારે હતો કે નીચે ધબ-ધબ સંભળાય. મકાન વષોર્ જૂનું થઈ ગયું હોવાથી નીચે રહેતા પાડોશીને ચિંતા રહેતી હતી કે આ જાડી મહિલાને કારણે ક્યારેક તેમની સીલિંગ નીચે આવી જશે. એકાદ-બે વાર તો સીલિંગની કાંકરીઓ ખરી પણ હતી. પાડોશીઓ, સંબંધીઓ અને મિત્રોમાં વજનને કારણે શરમિંદગી અનુભવવી પડતી હોવાથી બહેને આખરે વજન ઘટાડવા કમર કસી લીધી. ખાવા પર કન્ટ્રૉલ લાવવા માટે તેને જઠર નાનું કરાવવાની બૅરિયાટ્રિક સર્જરી કરાવવી પડી.

આ પણ વાંચોઃ જર્મનીના આ ગામમાં ઘરનું ભાડું છેલ્લાં 500 વર્ષથી વધ્યું જ નથી

જોકે એ સર્જરી પછી તેનું વજન ૪૦ કિલો જેટલું ઘટ્યું છે. આ સફળતાની ઉજાણીરૂપે બહેને પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે. હજીયે વજન અધધધ જ છે, પણ ઉતારવાની શરૂઆત થઈ ગઈ હોવાથી બહેન પોતે અને પાડોશીઓ બન્ને ખુશ છે.

offbeat news hatke news news