કાટમાળમાં ફસાયેલા ગલૂડિયાને કાઢવા મહેનત કરતી રહી મા, વીડિયો થયો વાઈરલ

10 September, 2019 02:43 PM IST  |  મુંબઈ ડેસ્ક

કાટમાળમાં ફસાયેલા ગલૂડિયાને કાઢવા મહેનત કરતી રહી મા, વીડિયો થયો વાઈરલ

આ રીતે બચાવાયો ગલૂડિયાનો જીવ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ ગભરાઈ જશો. આ વીડિયોમાં દેખાય છે કે કાટમાળમાં ગલૂડિયા દબાઇ ગયા છે. જેને કાઢવા માટે તેની મા ઘણો પ્રયત્ન કરી રહી હતી પણ મોટા પત્થરોની નીચે દબાયેલા હોવાને કારણે તે અસમર્થ હતી. તે પોતાના બાળકો માટે રડવા લાગી. જણાવીએ કે, ભારે વરસાદને કારણે બિલ્ડિંગ પડી ગઈ હતી. જેના કારણે ગલૂડિયા કાટમાળમાં દબાઈ ગયા હતી. આસપાસના લોકોએ તેને રડતા જોઇને પશુ સુરક્ષા દળને બોલાવ્યા.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે માતા બાળકોને બચાવવા માટે રડી રહી છે અને તેમના કાઢવાના પ્રયત્નો કરી રહી છે. જેના પછી પશુ બચાવ દળના સભ્ય ત્યાં પહોંચે છે અને પત્થરો કાઢવાનું શરૂ કરે છે. જેના પછી મા પણ પગથી જમીન ખોદવા લાગે છે. પણ વ્યક્તિ તેને પાછળ કરીને ગલૂડિયાઓ કાઢે છે જેના પછી તેમને તપાસ માટે લઈ જવામાં આવે છે પછી તેની માને પાછા સોંપી દેવામાં આવે છે.

અહીં જુઓ વીડિયો : 

કાટમાળમાંથી કાઢ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. જેના પછી તેમને ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવે છે. Animal Aid Unlimited, Indiaએ આ વીડિયો યૂટ્યૂબ પર શૅર કર્યો છે. જેના 2 મિલિયનથી પણ વધુ વ્યૂઝ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

યૂટ્યૂબ પર આ વીડિયોને 1 લાખથી વધુ લાઇક્સ અને 9 હજારથી વધુ કોમેન્ટ્સ મળી ચૂકી છે. લોકો અનિમલ એડ અનલિમિટેડની ટીમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "આજના જમાનામાં માણસ પોતાના બાળકોને એટલો પ્રેમ નથી કરતાં.." તો અન્ય યૂઝરે લખ્યું - "વ્યક્તિએ ખૂબ જ સરસ કામ કર્યું અને માને સલામ."

offbeat news national news