આનંદો : ભારત માટે સારા સમાચાર, દેશમાંથી ગરીબી ઝડપથી ઘટી રહી છે

12 July, 2019 12:01 PM IST  |  New Delhi

આનંદો : ભારત માટે સારા સમાચાર, દેશમાંથી ગરીબી ઝડપથી ઘટી રહી છે

New Delhi : ભારત ગરીબીને દૂર કરવામાં વિશ્વના મુખ્ય 10 દેશોમાં સામેલ છે. આ વાત મલ્ટી ડાયમેંશનલ પોવર્ટી ઈન્ડેક્ષ 2019 નો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટમાં ગરીબીના સ્કેલ અને તીવ્રતાને સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટને ઓકસફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ ઇનિશિએટિવ અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે મળીને તૈયાર કર્યો છે.


એક મીડિયા રીપોર્ટમાં જણાવ્યું હતું કે
ભારતે વર્ષ 2005-06 થી 2015-16 વચ્ચે 27.1 કરોડ લોકોની ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમાંથી પણ ઝારખંડ રાજય એવું છે જયાં ગરીબી ખબજ ઝડપથી ઓછી થઇ છે.  ગરીબીને ઘટાડવા માટે 10 માનકો દ્વારા તપાસવામાં આવ્યા છે. તેમાં સંપત્તિ, ભોજનનું ઇંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા સ્કેલ પણ સામેલ છે. વૈશ્વિક MPI માં 101 દેશો સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવનના સ્તરના ઘટાડાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.


એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એમપીઆઈ મંકોમાં ઘટાડાના મામલે ભારતે સ્પષ્ટ રૂપે ગરીબોન્નમુખી પેટર્ન અપનાવી છે. ઝારખંડ એવું રાજય છે જયાં 2005-06 થી માંડીને 2015-16 સુધી ગરીબી 74.9 ટકા થી ઓછી થઈને 46.5 ટકા રહી ગઈ છે. ભારતે ચાર રાજયો બિહાર
, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં સૌથી વધુ એમપીઆઈ છે. ઝારખન્ડ તેમાંથી સૌથી સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. કુલ મળીને ભારત એ ત્રણ દેશોમાં સક્ષમએલ છે જયાં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબીમાં ઘટાડાના કારણે શહેરી ક્ષેત્રોમાં ગરીબીમાં ઘટાડાને પાછળ છોડી દીધી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ત્રીજા અને ચોથા રાઉન્ડનો રિપોર્ટ જ માનકોના તુલનાત્મક આંકડાનો આધાર છે.

આ પણ જુઓ : ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટોસ

ભારતે 55.1 થી 27.9 ટકા ગરીબી ઘટાડી
ભારતે આ સમયગાળામાં ગરીબીને 55.1 ટકા થી દ્યટાડીને 27.9 ટકા અંદાજે અડધી કરી દીધી છે. ભારતે અંદાજે 27.1 કરોડ લોકોને ગરીબી માંથી બહાર કાઢ્યા છે. પહેલા ગરીબ લોકોની સંખ્યા 64 કરોડ હતી જે હવે 36.9 કરોડ રહી ગઈ છે. યુએનડીપીના ઇન્ડિયા રેજીડેંટ રિપ્રેજેન્ટીવ શોકો નાડોએ કહ્યું કે એમપીઆઈમાં ભારતની સૌથી મોટી પ્રગતિ નોંધવામાં આવી છે. ભારત ઉપરાંત ગરીબી ઓછી કરનાર વિશ્વના મુખ્ય 10 સામેલ અન્ય દેશોની વાત કરીએ તો પેરુ
, બાંગ્લાદેશ, કમ્બોડિયા, નાઇઝીરીયા, પાકિસ્તાન, વિયેતનામ, કાગો ગણરાજય, ઇથોપિયા અને હૈતી દેશનો સમાવેશ થાય છે.

national news offbeat news