ચાંદીનું બ્રેસલેટ ચોર્યા પછી પકડાયો એટલે ગળી ગયો, પોલીસે પૉટીમાંથી કઢાવ્યું

06 April, 2026 02:25 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

બ્રેસલેટ પૉટીમાંથી મળી ગયું ત્યાર બાદ પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો. 

આરોપી

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોરે ઘરમાંથી મોટરસાઇકલ, મોબાઇલ અને ચાંદીનું બ્રેસલેટ ચોર્યાં હતાં. પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ચોરને પકડી લીધો હતો. ચોરેલી ચીજો ક્યાં ગઈ એની પૂછપરછ કરતાં પોલીસને શંકા ગઈ કે ચાંદીનું બ્રેસલેટ ગાયબ છે. જ્યારે પોલીસે તેના ઘરને ઘેરી લીધું ત્યારે ચોર હાથમાં પહેરેલું ચોરેલું બ્રેસલેટ છુપાવવા માટે ગળી ગયો હતો. પોલીસે ચોરના પેટનો એક્સ-રે કરાવ્યો તો ૫૦ ગ્રામ ચાંદીનું બ્રેસલેટ તેના આંતરડામાં જોવા મળ્યું. બસ પછી તો ચોરને ખૂબ કેળાં ખવડાવ્યાં. પોલીસે સતત ત્રણ દિવસ સુધી પ્રયત્ન કર્યા અને તેની દરેક વખતની પૉટીનું મૉનિટરિંગ કર્યું. આખરે તેમણે નક્કી કર્યું કે બ્રેસલેટ ન નીકળે તો આરોપીની સર્જરી કરવામાં આવે. જોકે એ નોબત આવે એ પહેલાં જ બ્રેસલેટ પૉટીમાંથી મળી ગયું. ત્યાર બાદ પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો. 

offbeat news bareilly uttar pradesh india national news Crime News