પ્લેન દરિયામાં પડ્યું, પાઇલટે પાંખિયા પર ચડીને વિડિયો બનાવ્યો

24 August, 2019 09:09 AM IST  |  કેલિફોર્નિયા

પ્લેન દરિયામાં પડ્યું, પાઇલટે પાંખિયા પર ચડીને વિડિયો બનાવ્યો

અમેરિકાના કૅલિફૉર્નિયામાં બુધવારે એક અકસ્માત થયો. ઍરક્રાફ્ટ બીઇ-૩૬નું એન્જિન ફેઇલ થઈ જતાં ક્રૅશ થઈને સમુદ્રમાં પડ્યું. એ વખતે પ્લેનમાં પાયલટ ડેવિડ લેશ અને તેની દોસ્ત કાયલા સફર કરી રહ્યા હતા. વિમાન સમુદ્રમાં ક્રૅશ થયું એ પહેલાં જ ડેવિડ અને કાયલાએ દરિયામાં છલાંગ મારી લીધી હતી. પ્લેન પાણીમાં પડ્યું એ પછી પાયલટ અને તેની ફ્રેન્ડે પ્લેનના પાંખિયા પર ચડીને વિડિયો બનાવ્યો હતો. એમાં ડેવિડ બોલી રહ્યો છે કે, ‘અમે ભાગ્યશાળી છીએ કે બન્ને જણ બચી ગયા, પણ અહીંનું પાણી વધુપડતું ઠંડું છે.’

આ પણ વાંચોઃ  બુઝુર્ગ મહિલા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટૉઇલેટમાં રહેતી હતી

તેમણે ખેંચેલા વિડિયોમાં પ્લેન પાણીમાં પડતું પણ જોઈ શકાય છે. એ પછી તેઓ લગભગ ૩૦ મિનિટ સુધી પાણીમાં તરતા રહ્યા હતા. કોસ્ટગાર્ડના અધિકારીઓએ હેલિકૉપ્ટરની મદદથી તેમને બહાર કાઢી લીધા હતા. ૩૪ વર્ષનો પાયલટ ડેવિડ ગોલ્ડન ગેટ બ્રિ અને ખાડી પરથી ઊડવાની યોજના બનાવી રહ્યો હતો, પણ વચ્ચે જ એન્જિન ફેઇલ થઈ જતાં તેને પહેલેથી જ અંદાજ આવી ગયો હતો અને એટલે પ્લેન પડે એ પહેલાં તેમણે કૂદકો મારી લીધો હતો.

hatke news offbeat news