મેસી સિંહ ધોની, ટેક્સ્ટ બુકનો છબરડો

10 June, 2023 11:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ધોનીને ફુટબૉલ ગમે છે અને તે નાનો હતો ત્યારે ગોલકીપર બનવા માગતો હતો, પરંતુ એનો અર્થ એવો નથી કે તે ફુટબૉલ ખેલાડી છે

અજાણ્યા પાઠ્યપુસ્તકે ધોનીને ફુટબૉલ ખેલાડી તરીકે દર્શાવ્યો

ક્રિકેટરો વિશે ટેક્સ્ટબુકમાં ભણાવવામાં આવે છે, જેનાથી સ્ટુડન્ટ્સના જ્ઞાનમાં વધારો થાય છે. જોકે તાજેતરમાં એક અજાણ્યા પાઠ્યપુસ્તકે ધોનીને ફુટબૉલ ખેલાડી તરીકે દર્શાવ્યો છે એ જોઈને લોકો અવાક થઈ ગયા છે. ધોનીને ફુટબૉલ ગમે છે અને તે નાનો હતો ત્યારે ગોલકીપર બનવા માગતો હતો, પરંતુ એનો અર્થ એવો નથી કે તે ફુટબૉલ ખેલાડી છે. પાઠ્યપુસ્તકનો જે ફોટો વાઇરલ થયો છે એની શરૂઆત નેપાલની નૅશનલ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન જ્ઞાનેન્દ્ર મલ્લથી થાય છે. ત્યાર બાદ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની આવે છે. કોહલીને ક્રિકેટર તરીકે દર્શાવવામાં આવ્યો છે, જ્યારે જ્ઞાનેન્દ્ર મલ્લ અને ધોનીને ભૂલથી ​ફુટબૉલ ખેલાડી ગણાવાયા છે. એક યુઝરે લિયોનેલ મેસી અને મહેન્દ્ર સિંહ ધોનીના નામને જોડીને મેસી સિંહ ધોની એવી ટિપ્પણી કરી છે. અન્ય એક યુઝરે કહ્યું કે જો ધોની ફુટબૉલ ખેલાડી હોત તો ભારત કદાચ એક ફિફા વર્લ્ડ કપમાં રમી શક્યું હોત.

ms dhoni offbeat news national news new delhi