ખિસકોલીની 4 તસવીરો લેવામાં આ ફોટોગ્રાફરને લાગી ગયું એક વર્ષ!

15 October, 2019 04:11 PM IST  |  યૂકે

ખિસકોલીની 4 તસવીરો લેવામાં આ ફોટોગ્રાફરને લાગી ગયું એક વર્ષ!

તસવીર સૌજન્યઃ terrydonnelly01 ઈન્સ્ટાગ્રામ

પ્રકૃતિ અને તેની કળાઓને તસવીરોમાં કેદ કરવી અઘરૂં કામ છે. આવું જ કામ એક નેચર ફોટોગ્રાફરે કર્યું છે. ટેરી ડોનેલી નામના 50 વર્ષના યૂકેમાં રહેતા આ ભાઈએ ખિસકોલીની ચાર તસવીરો લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે આ તસવીરો લેતા તેમને એક વર્ષનો સમય લાગ્યો.

આ છે એ તસવીરો


ઘરની પાછળ બનાવ્યો છે ખાસ બગીચો
આ ખિસકોલીની તસવીરો ટેરીએ પોતાના ઘરની પાછળ આવેલા બગીચામાં પાડી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે તેમણે મનુષ્ય વિરૂદ્ધ ખિસકોલી જેવું પસાર કર્યું છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં પોતાના આ ચેલેન્જ આપી હતી.


લગભગ એક વર્ષનો સમય લાગ્યો
ટેરી કહે છે કે આ ચાર તસવીરો લેવામાં તેમને લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો.


આ માટે ખાસ છે તસવીરો
આ તસવીરોમાં ખાસ વાત એ છે કે, આ ચાર તસવીરો એવી છે કે, જેમાં ખિસકોલી હવામાં છે. એટલે કે જ્યારે તે એક ડાળ પરથી બીજી ડાળ પર જાય છે ત્યારે લેવામાં આવી છે. ટેરી રોજ સવારે ઉઠીને ખિસકોલીની હરકતોને કેદ કરતા હતા પરંતુ તેમની સ્ફુર્તિના કારણે તેઓ ફેઈલ થતા હતા. પરંતુ એક દિવસ તેઓ સફળ થયા.

આ પણ જુઓઃ છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.

ટેરીએ ખિસકોલીને આકર્ષવા માટે ઘરની પાછળ ખાસ ગાર્ડન બનાવ્યું હતું. તેમના ખાવા માટે પણ જુગાડ કર્યો હતો. જે બાદ ખિસકોલીઓ રોજ આવવા લાગી અને તેઓ રોજ તેને કેપ્ચર કરવા લાગ્યા. આખરે કેટલીક દિલચસ્પ તસવીરો તેમના હાથે લાગી. તેઓ કહે છે કે ખિસકોલીઓ બ્રૂસ લીની જેમ હલનચલન કરે છે, એવું લાગે છે કે જાણે કોઈ હવામાં માર્શલ આર્ટ કરી રહ્યું હોય. હવે સમજાયું કે એક ફોટો લેવા માટે કેટલી મહેનત લાગે છે.

offbeat news hatke news