૭૬ વર્ષ અગાઉની પાકિસ્તાનથી ભારત આવવાની રેલવેની ટિકિટ થઈ વાઇરલ

24 January, 2023 10:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાવલપિંડી અને અમ્રિતસર વચ્ચેની ટિકિટ ૧૯૪૭માં ૯ વ્યક્તિ માટે માત્ર ૩૬ રૂપિયા ૯ આના હતી. ટિકિટનો ફોટો ‘પાકરેલલવર્સ’ નામના ફેસબુક-પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી

૭૬ વર્ષ અગાઉની પાકિસ્તાનથી ભારત આવવાની રેલવેની ટિકિટ

રાવલપિંડી અને અમ્રિતસર વચ્ચેની રેલવે-ટિકિટ વાઇરલ થઈ છે. આ ટિકિટ ૯ જણ માટેની હતી જેની કિંમત ૩૬ રૂપિયા ૯ આના હતી. સમગ્ર વિશ્વમાં સામાજિક અને આર્થિક વિકાસને કારણે ઘણા બધા ફેરબદલ થઈ રહ્યા છે. 

કેટલાક લોકો જૂના ફેરબદલને સાચવી રાખે છે, જે યાદગીરી સમાન થઈ જાય છે, પછી ભલે એ કાગળનો એક ટુકડો હોય કે પથ્થર. દરેકનું એક મહત્ત્વ હોય છે. એને શબ્દોમાં કહી શકાતું નથી. આઝાદી સમયની પાકિસ્તાનથી ભારતની જૂની ટિકિટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. રાવલપિંડી અને અમ્રિતસર વચ્ચેની ટિકિટ ૧૯૪૭માં ૯ વ્યક્તિ માટે માત્ર ૩૬ રૂપિયા ૯ આના હતી. ટિકિટનો ફોટો ‘પાકરેલલવર્સ’ નામના ફેસબુક-પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૪૭ની ૧૭ સપ્ટેમ્બરે આઝાદી બાદ આપવામાં આવેલી ટ્રેન ટિકિટની એક તસવીર. એવું બની શકે કે કોઈ એક પરિવાર ભારતમાં રહેવા માટે જઈ રહ્યો હશે. પોસ્ટે ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણા લોકોએ એને ભૂતકાળના એક અવશેષ તરીકે જોયું. એક યુઝરે કહ્યું કે ‘ખૂબ સારો સંગ્રહ, જે હવે ઍન્ટિક બની ગયો છે. બીજાએ કહ્યું કે આ કાગળનો ટુકડો નથી. કૃપા કરીને એને લેમિનેટ કરાવો. 

આ પણ વાંચો :  એક તોલા સોનાની કિંમત ૧૧૩ રૂપિયા

આ સોના જેવો છે. મારા પપ્પાએ ૧૯૪૯માં ખરીદેલા ઉષા સિલાઈ મશીનનો એક રોકડ મેમો મને મળ્યો છે. ત્રીજાએ કહ્યું કે મજબૂત કાર્બન કૉપી ૭૫ વર્ષ વીત્યા છતાં ઝાંખી પડી નથી. ચોથા યુઝરે દાવો કર્યો કે વ્યક્તિદીઠ ૪ રૂપિયા ઘણી મોંઘી ટિકિટ છે, કારણ કે એ દિવસો માટે સરેરાશ લેબર-ચાર્જ અંદાજે ૧૫ પૈસા હતો. એ સમયે રાવલપિંડીથી અમ્રિતસર સુધી જવું સામાન્ય હતું.

offbeat news national news amritsar rawalpindi pakistan viral videos