રસ્તો ઓળંગતા બાળક માટે તેજ સ્પીડમાં મોત બનીને આવી કાર અને....

26 October, 2019 12:46 PM IST  |  એરિઝોના

રસ્તો ઓળંગતા બાળક માટે તેજ સ્પીડમાં મોત બનીને આવી કાર અને....

એરિઝોનામાં થયો કાર અકસ્માત

એરીઝોનાના ફીનિક્સમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક ખૂબ જ વ્યસ્ત રસ્તા પર એક કપલ પોતાના બાળકને લઈને રસ્તો પાર કરી રહ્યું હતું ત્યારે રસ્તા પર રેડ સિગ્નલ હતું પરંતુ ત્યારે જ એક તેજ સ્પીડથી આવતી જીપ બાળક તરફ આગળ વધી. એ પહેલા કે જીપ તે બાળકને ટક્કર મારે ત્યાં તો વધુ એક કાર સ્પીડમાં આવી અને તેણે જીપને ટક્કર મારી દીધી. એવું કરવાથી બાળકનો જીવ બચી ગયો અને તે કપલને રસ્તા વચ્ચેથી નીકળવાનો સમય મળી ગયો. ફીનિક્સના પોલીસ વિભાગે બુધવારે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે જે રૂંવાટા ઉભા કરી દે તેવો છે. આ વીડિયો 13 સેકન્ડનો છે. જે શખ્સ જીપ ચલાવી રહ્યો છે તેની ઓળખ એરનેસ્ટો ઓટાનેજ ઓવેસોના રૂપમાં થઈ છે અને તે નશામાં હતો.

પોલીસના પ્રમાણે 28 વર્ષના જીપના ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે 27 વર્ષના એક કાર ડ્રાઈવરનો આભાર માન્યો છે જેણે જીપને ટક્કર મારીને બાળકનો જીવ બચાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો 27 વર્ષના એ ડ્રાઈવરને દુઆ આપી રહ્યા છે કે જેના કારણે બાળકનો જીવ બચી ગયો.

આ પણ જુઓઃ આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

offbeat news hatke news