ફાર્મસીના વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં જય શ્રી રામ લખીને ૫૬ ટકા લઈ આવ્યા

27 April, 2024 11:55 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

રિઝલ્ટમાં જાણે ભગવાન રામની કૃપા વરસી હોય એમ તેમને ૫૬ ટકા આવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વિદ્યાર્થીઓ પરીક્ષામાં પ્રશ્નોના જવાબ ન આવડે તો ભગવાનનું નામ લઈને જે યાદ આવે એનાથી ઉત્તરવહી ભરી નાખે છે, પણ ઉત્તર પ્રદેશમાં તો નોખો જ કિસ્સો બન્યો છે. વીર 
બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં ફાર્મસીના કેટલાક વિદ્યાર્થીઓએ ભગવાનને યાદ તો કર્યા, સાથે પેપરમાં પણ જય શ્રી રામ લખી નાખ્યું હતું. રિઝલ્ટમાં જાણે ભગવાન રામની કૃપા વરસી હોય એમ તેમને ૫૬ ટકા આવ્યા હતા.

જોકે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ગેરરીતિનો આક્ષેપ કરીને રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ ૧૮ વિદ્યાર્થીઓની આન્સર-શીટની નકલ મેળવી હતી, જેમાંથી ચાર વ્યક્તિએ તેમની આન્સર-શીટમાં ‘જય શ્રી રામ પાસ થઈ જઈએ’ એવું લખ્યું હતું અને ક્રિકેટરોનાં નામ લખ્યાં હતાં. રાજભવને આ મામલે તપાસનો આદેશ આપ્યો અને આરોપો સાચા સાબિત થતાં વિદ્યાર્થીઓને પાસ કરનારા બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

offbeat news uttar pradesh Crime News