બિકાનેરમાં પાન કરતાં પાનવાળો ફેમસઃ બે કરોડનું સોનું પહેરીને ખવડાવે છે પાન

27 April, 2024 11:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

તેમનું ગોલ્ડ પણ એટલું જ ફેમસ થઈ ગયું છે. કોઈ વ્યક્તિ પહેલી વાર અહીં આવે ત્યારે તેને જરૂર આશ્ચર્ય થાય.

પાન વેચતા દાદા

કોઈ શહેર કે ગામડામાં સૌથી વધુ ચહલપહલ પાનના ગલ્લા પર જોવા મળે. પાનની સુગંધ અને એને બનાવવાની પ્રક્રિયા ઘણાને આકર્ષે છે. બિકાનેરમાં એક દુકાન એવી છે જ્યાં પાન વેચતા દાદા પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સામાન્ય રીતે એક પાન વેચનાર સાદાં કપડાંમાં જોવા મળે છે, પણ આ દાદા તો બે કરોડનું સોનું પહેરીને પાન બનાવી રહ્યા છે. બિકાનેરની આ વ્યક્તિના પાન સાથે તેમનું ગોલ્ડ પણ એટલું જ ફેમસ થઈ ગયું છે. કોઈ વ્યક્તિ પહેલી વાર અહીં આવે ત્યારે તેને જરૂર આશ્ચર્ય થાય.

માથે પાઘડી, કપાળ પર ચાંદલો, સોનાના મોટા હાર, કડાં અને બહુ બધી વીંટી પહેરીને પલાંઠી વાળીને આ દાદા ગ્રાહકોને મસ્તમજાનું પાન બનાવી આપે છે. સોશ્યલ મીડિયા પર તેમનો વિડિયો સામે આવતાં એક યુઝરે કહ્યું કે દાદાજી મને દત્તક લઈ લો.

offbeat news bikaner national news india