આ રોકેટથી ચંદ્ર પર પહોંચશે પાકિસ્તાન, જોઈને ખડખડાટ હસી પડશો !!!

08 September, 2019 12:36 PM IST  |  પાકિસ્તાન

આ રોકેટથી ચંદ્ર પર પહોંચશે પાકિસ્તાન, જોઈને ખડખડાટ હસી પડશો !!!

ઈસરોના ચંદ્રયાન મિશનની આખા વિશ્વમાં પ્રશંસા થઈ છે. ભલે છેલ્લી ઘડીએ વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો હોય, પરંતુ નાસાએ પણ ઈસરોની પીઠ થાબડી છે. લાગે છે કે ભારતના કટ્ટર વિરોધી પાકિસ્તાનને આ ઘટનાથી પેટમાં તેલ રેડાયું હોય એમ લાગી રહ્યું છે. પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રોકેટ છોડતા દેખાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક અને પત્રકાર તારિક ફતેહે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો શૅર કર્યો છે.

પાકિસ્તાનનો આ વીડિયો જોઈને લોકો ખડખડટ હસી રહ્યા છે. તારિક ફતહે કેપ્શનમાં લખ્યું છે,'ભારતના મૂન મિશન ચંદ્રયાન 2થી અકળાયેલા પાકિસ્તાને પણ અંતરિક્ષમાં રોકેટ છોડ્યું છે. જેવી રીતે પાકિસ્તાનીઓ દરેક વસ્તુ કરે છે, એવી જ રીતે આ રોકેટ પણ ગરમ હવાથી ચાલે છે.'

અહીં જુઓ વીડિયો

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે જેના શબ્દો છે રોક સકો તો રોક લો. વીડિયોમાં દેખાય છે કે કેટલાક લોકો છત પર ચડીને હવાથી ઉડતા બલૂન આકારનું રોકેટ ઉડાવી રહ્યા છે. રોકેટનો રંગ લાલ આને લીલો છે. રોકેટ ઉડતા જ લોકો બૂમો પાડીને ખુશી વ્યક્ત કરે છે.

આ પણ વાંચોઃ આવી ગંગા આરતી તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

ઉલ્લેખનીય છે કે તારીક ફતહ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી પાકિસ્તાનની મજાક ઉડાવતા રહે છે. તાજેતરમાં જ તેમણે વધુ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે પાકિસ્તાનની ખરાબ અર્થ વ્યવસ્થાને કારણે પોલીસ સાઈકલથી પેટ્રોલિંગ કરી રહી છે. તેમણે લખ્યું કે ભીડભાડ વાળા બજારમાં પાકિસ્તાનની પોલીસ સાઈકલથી પેટ્રોલિંગ કરી રહી છે. 

offbeat news hatke news pakistan