14 August, 2026 06:28 PM IST | Karachi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં રસ્તાઓ પર મોટી ભીડ જોવા મળી રહી છે; કેટલાક દ્રશ્યોમાં, પુરુષો બૉટલ ફેંકતા, એકબીજા સાથે લડતા અને હંગામો કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વીડિયોને પગલે જાહેર વર્તન અને નાગરિક જવાબદારી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. આ વર્ષે, પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અને જાહેર કાર્યક્રમો મોડી રાત સુધી ચાલુ રહ્યા. ઇસ્લામાબાદના રસ્તાઓ પર પણ લોકોની મોટી ભીડ જોવા મળી હતી. આ દરમિયાન સામે આવેલા વાયરલ વીડિયોએ ઉજવણી દરમિયાન લોકોના વર્તન અંગે ચર્ચા જગાવી છે.
કેટલાક પાકિસ્તાની યુઝર્સે વાયરલ વીડિયો અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. લાહોરના લિબર્ટી ચોકનો ઉલ્લેખ કરતા, એક યુઝર્સએ લખ્યું, "આ લાહોરના લિબર્ટી ચોકમાં પણ થઈ રહ્યું હતું. અને પછી તેઓ કહે છે કે સરકાર સારી નથી. ગરીબ જન્મવું ગુનો નથી, પરંતુ આ અજ્ઞાન રહેવું એ તેમની પોતાની ભૂલ છે." આ ઘટનાઓૅ પર ટિપ્પણી કરતા, બીજા યુઝર્સએ લખ્યું, "હૅપ્પી `અજ્ઞાનતાનો ઉત્સવ`." બીજા એક પાકિસ્તાની યુઝરે લખ્યું, “આપણી અજ્ઞાની જનતા આદરને પાત્ર નથી.” આ ટિપ્પણીઓ જાહેર સ્થળોએ ભીડના વર્તન અંગે કેટલાક લોકો દ્વારા અનુભવાયેલી હતાશાને પ્રતિબિંબિત કરે છે.
વાયરલ વીડિયોમાં ગલીઓઓમાં પુરુષોની મોટા પ્રમાણમાં હાજરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. એક યુઝરે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મહિલાઓની ઓછી હાજરી પર પ્રશ્ન ઉઠાવ્યો. યુઝરે લખ્યું, “એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે સ્વતંત્રતા દિવસ પર પણ એક પણ મહિલા આનંદ માણવા માટે બહાર નથી... ફક્ત પુરુષો જ સ્વતંત્રતા દિવસનો આનંદ કેમ માણી શકે? ફક્ત પુરુષો જ આવી રીતે બહાર કેમ આવી શકે, પણ સ્ત્રીઓ નહીં? સ્વતંત્રતાનો ચોક્કસ સરનામું કેમ છે? પુરુષો માટે શેરીઓ અને સ્ત્રીઓ માટે બાલ્કનીઓ.” આ ટિપ્પણીમાં મહિલાઓની સલામતી, જાહેર સ્થળોએ પ્રવેશ અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સમાન ભાગીદારી સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના કરાચીમાં 14 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલા કેક કટિંગ કાર્યક્રમમાં અફરાતફરી સર્જાઈ હોવાનો દાવો કરતી એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો કેકની આસપાસ ભેગા થયેલા જોવા મળે છે. કેક કાપ્યા બાદ કેટલાક લોકો આગળ વધીને પોતાનો હિસ્સો મેળવવા માટે ધક્કામુક્કી કરતા દેખાતા હોવાથી સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને લઈ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને ઘણા યુઝર્સે વીડિયો વ્યાપક રીતે શૅર કરી રહ્યા છે. જોકે, વાયરલ વીડિયોમાં દર્શાવાયેલું સ્થળ ખરેખર કરાચીનું જ છે કે નહીં અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તેની પુષ્ટિ થઈ શકી નથી.